Aapnu Gujarat
શિક્ષણ

સીબીએસઇ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને વર્ષ ૨૦૨૦માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની મહત્વપૂર્ણ તારીખો જાહેર કરી દીધી છે. તારીખોની જાહેરાતની સાથે જ બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
અહેવાલો મુજબ બોર્ડ દ્વારા આ વર્ષે ડિસેમ્બર મહીનામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે જ્યારે લેખિત પરીક્ષાનો પ્રારંભ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે.ધોરણ ૧૦ અને ૧૨ની બેઝિક ડેટશીટ મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા આ વર્ષે ડિસેમ્બરમાંજ લેવામાં આવશે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પ્રેક્ટિકલ એક્ઝામ એક્સટર્નલી લેવાશે પરંતુ તેના વિશે બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી.દર વર્ષેની જેમ સીબીએસઇની મુખ્ય પરીક્ષાઓનું આયોજન વોકેશનલ પરીક્ષા કરતાં પહેલાં કરે છે. પરીક્ષામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિષયોનો ક્રમ વિદ્યાર્થીઓની વિષય પસંદગીના આધારે નક્કી કરવામાં આવશે. દરમિયાન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓને સૂચીત કરી દેવામાં આવી છે કે વિદ્યાર્થીઓને વિષય બદલવાની અરજીને મંજૂરી આપવામાં ન આવે.

Related posts

પર્સેન્ટાઇલ પદ્ધતિને ગેરકાયદે ઠરાવતા આદેશની સામે સ્ટે : રાજય સરકાર દ્વારા હાઇકોર્ટમાં નિવેદન

aapnugujarat

બોર્ડ પરીક્ષા : ૨૫૦ કેદીઓ પરીક્ષા આપવા તૈયાર

aapnugujarat

આઈપીએસ અધિકારી દ્વારા ઈન્ટરનલ માર્ક અંગે ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1