Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસાએ ભારતીય સહિત ૧૨ નવા અંતરિક્ષ યાત્રીઓની કરી પસંદગી

નાસાએ ૧૮ હજાર કરતાં વધારે આવેલી રેકોર્ડ અરજીમાંથી એક ભારતીય-અમેરિકન સહિત ૧૨ નવા અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. આ ૧૨લોકોને પૃથ્વીની કક્ષા તેમજ અંતરિક્ષમાં અભિયાન માટે પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ૧૨ નવા અવકાશયાત્રીઓમાં સાત પુરુષ તેમજ પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. નાસાનો આ છેલ્લા બે દશકમાં સૌથી મોટી પસંદગી સમૂહ છે. આ લોકોને ૧૮,૩૦૦ રેકોર્ડ અરજીમાંથી પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા અંતરિક્ષ યાત્રી માટે આટલી બધી અરજી હજી સુધી મળી નહોતી.અંતરિક્ષ યાત્રી તરીકે પસંદગી પામેલ ઉમેદવારોએ થોડી શારિરીક જરૂરિયાતોની સાથે શિક્ષા તેમજ અનુભવી સંબંધી માપદંડોને પુરા કરવાના હતા જેમ કે તેમની પાસે વિજ્ઞાન, ટેકનીક, એન્જીનિયરીંગ અને ગણિતમાં સ્નાતકની ડિગ્રી અથવા જેટ વિમાનને એક હજાર કલાક સુધી ઉડાડવાનો અનુભવ હોવો જરૂરી હોય છે. પસંદગી પામેલ ઉમેદવારોને બે વર્ષ સુધી પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પ્રશિક્ષણ પુરુ થયા પછી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મિશન દરમિયાન સંશોધનનું કામ સોંપવામાં આવશે.

Related posts

ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશે : સંયુક્ત રાષ્ટ્ર સંઘ

aapnugujarat

જાધવની તમામ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ફાંસી નહીંઃ પાક.

aapnugujarat

हांगकांग के खिलाफ कोई भी हरकत चीन को पड़ेगी भारी : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1