Aapnu Gujarat
મનોરંજન

અમદાવાદમાં ‘સ્ટેપ ડાન્સ એકેડમી’ દ્વારા ડાન્સ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ શહેરમાં આવેલ કુશાભાઈ ઠાકરે કોમ્યુનિટી હૉલમાં ‘સ્ટેપ ડાન્સ એકેડમી’ દ્વારા ‘સમર ફંક -૨૦૧૯’ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં બાળકો અને યુવક – યુવતીઓએ શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. ડાન્સરોએ બોલીવુડ, હીપહોપ સહિતનાં એક્ટ કરી ઉપસ્થિત વાલીઓ અને શ્રોતાઓને જબરસ્ત મનોરંજન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી શ્રી દેવેનભાઈ વર્માનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. દેવેનભાઈ વર્માએ બાળકો અને યુવાઓને શાનદાર ડાન્સ પરફોર્મન્સ બદલ કહ્યું હતું કે, તેઓ ડાન્સિંગમાં આગળ વધી જ્વલંત સફળતા મેળવી પોતાનાં પરિવાર અને એકેડેમીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

उर्मिला ने मुंबई में खरीदा 3.75 करोड़ का नया ऑफिस

editor

મધુર ભંડારકરની ફિલ્મમાં શાહરૂખ પોલીસના રોલમાં

aapnugujarat

પ્રિયંકા દોસ્તાના-૨માં જોવા મળે તેવી શકયતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1