Aapnu Gujarat
ગુજરાત

એન્જિનિયરિંગ તેમજ મેડિકલમાં ચાલુ વર્ષથી ૧૦ ટકા ઈબીસીના આધારે પ્રવેશ અપાશે : નીતિન પટેલ

કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા સવર્ણોને શિક્ષણ તેમજ નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કર્યો હતો જેને પગલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા ઉચ્ચ અભ્યાસોમાં ૧૦ ટકા ઈબીસીનો અમલ થશે. નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, ૨૩-૧-૨૦૧૯ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને ચાલી રહેલી સરકારી ભરતીમાં ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે.નીતિન પટેલે આગળ કહ્યું કે, ધોરણ ૧૨ અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ એન્જિનિયરીંગ, આઈ.ટી. એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થવાની તૈયારીઓ ચાલી રહી હોવાથી આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકારે કેટલાક નોટિફિકેશન્સ જાહેર કર્યા છે. આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ૧૦ ટકાનો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે. ત્રણ દિવસ પહેલાં મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્યમાં આર્થિક રીતે બિન અનામત વર્ગને ૧૦ % અનામત આપવાના કારણે હાલમાં પ્રવર્તમાન અનામત નીતિમાં કોઇ પણ ફેરફાર કરાશે નહીં. તેમજ બિન અનામતની ૫૧% ધોરણે મળતી બેઠકોમાં પણ ઘટાડો કરાશે નહીં. આમ કરવાથી મંજૂર થયેલી કોઇપણ કોલેજની કુલ બેઠકોમાં ૨૨ થી ૨૫% બેઠકોનો વધારો કરાશે. જેનાથી પ્રવર્તમાન અનામતના ધોરણની બેઠકોને ઘટાડ્યા વગર ૧૦ %ની આ અનામત બેઠકો ફાળવી શકાશે. આ જોગવાઇ અનુસાર ૧૫૦ બેઠકની કોલેજમાં જો પ્રવર્તમાન અનામતનું ધોરણ પણ જળવાય અને બિન અનામત વર્ગને ૧૦% બેઠકની ફાળવણી થાય તેવી સ્થિતિ માટે ૧૮૫ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે. જેમાં ૪૧% બિન અનામત વર્ગની ૬૫ બેઠકો, ૧૦% આર્થિક પછાત બિન અનામત વર્ગની ૧૫ બેઠક, ૨૭% લેખે એસઇબીસી કેટેગરીની ૪૨ સીટ, ૧૫ % એસટી કેટેગરીની ૨૪ સીટ ઉપરાંત ૭ % એસસી કેટેગરીની ૧૧ સીટ સાથે ૧૫ % ઓલ ઇન્ડિયા ક્વોટાની ૨૮ સીટ ઉમેરતાં કુલ ૧૮૫ બેઠકો ઉપર પ્રવેશ આપવો પડશે.નીતિન પટેલે કહ્યું કે, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાના કારણે મેડિકલ ક્ષેત્રમાં હાલ જે ૪૩૫૦ બેઠકો છે તેમાં ૧૦ ટકા બિન અનામત આર્થિક પછાત વર્ગની ૯૧૪ બેઠકોનો વધારો થશે. જેના કારણે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રની કુલ ૫૨૬૪ બેઠકો પર પ્રવેશ અપાશે. એ જ રીતે ડેન્ટલ વિભાગમાં ૨૨૦ બેઠકો વધવાને કારણે કુલ ૧૩૬૦ બેઠકો થશે. જ્યારે આયુર્વેદમાં ૩૩૫ બેઠકોના વધારાથી કુલ ૨૧૧૫ બેઠકો થશે. આ સિવાય હોમિયોપેથીમાં ૬૩૫ નવી બેઠકો ઉમેરાતાં કુલ ૪૧૬૦ બેઠકો પર પ્રવેશ અપાશે. તેની સાથે સાથે નર્સિંગ ક્ષેત્રે પણ ૩૭૩૫ બેઠકો વધતાં ૧૯૯૭૫ બેઠકો થશે. ફિઝીયોથેરાપીમાં પણ ૯૦૦ બેઠકોના વધારાથી કુલ ૫૪૩૫ બેઠકો થશે. સાથે-સાથે અન્ય પેરામેડીકલ કોર્ષમાં ૭૦ બેઠકોનો વધારો થતાં કુલ ૩૯૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ રાજ્યમાં મેડિકલ સહિત આનુષાંગિક કોર્ષ અને પેરામેડીકલ મળી કુલ ૩૧૮૯૦ બેઠકોમાં ૬૮૦૯ બેઠકોનો વધારો થતાં કુલ ૩૮૬૯૯ બેઠકો ઉપલબ્ધ થશે.
નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. અમેરલીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની ૧૫૦ બેઠકોમાં વધારો થશે. હવે રાજ્યમાં મેડિકલની ૫૨૬૪ બેઠકો થશે.નીતિન પટેલે જણાવ્યું હતું કે મોટાભાગની મેડિકલ કોલેજમાં ૧૫૦ બેઠકોની ક્ષમતા હોય છે. હવે ૧૦ ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે ૩૫ બેઠકોનો વધારો થશે. આમ આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન થશે નહીં.

Related posts

સાણંદમાં પત્ની બોયફ્રેન્ડને મળવા પહોંચી, પતિએ કરી પ્રેમીની હત્યા

aapnugujarat

CM congratulates winners of various competitions of ‘Maa Narmada Mahotsav’

aapnugujarat

જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં નેતાઓ પણ જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1