Aapnu Gujarat
ગુજરાત

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત વિરમગામ તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી

     સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સેવા વિસ્તારના ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને ઝાડાથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત,ઓઆરએસ બનાવવાની રીત નિદર્શન દ્વારા સમજાવવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામ તાલુકામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર,સુપરવાઇઝરો સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
     તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ઝાડા થાય ત્યારે તાત્કાલિક ઓઆરએસ અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને ઝાડા મટી (બંધ) જાય ત્યાં સુધી આપવાનું ચાલુ રાખવું. જે બાળકને ઝાડા થયા હોય તે બાળકને ઝીંકની ગોળી ૧૪  દિવસ સુધી આપવી જોઇએ અને ઝાડા બંધ થઇ જાય તો પણ ઝીંકની ગોળી ૧૪ દિવસ આપવી જ જોઇએ.બાળકોને ઝાડાની સારવાર રૂપે ઓઆરએસ અને ઝીંકની ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે અને આ ઉપાય બાળકને ઝાડામાંથી ઝડપથી સાઝુ કરી દે છે. બાળકને ઝાડા થયા હોય ત્યારે સ્તનપાન ચાલુ રાખવું જોઇએ. શુધ્ધ (ચોખ્ખુ)પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

સાબરકાંઠા : પોશીના તાલુકા ની દેલવાડા (છો ) ક્લસ્ટર કક્ષા ની મુખવાંચન અને વાંચન સ્પર્ધા યોજવામાં આવી….

aapnugujarat

ગુજરાત બજેટ : વિદેશી દારુ પર આબકારી જકાતમાં જંગી વધારો થયો

aapnugujarat

198.543 kg ganja and brown sugar seized by Gujarat Police

aapnugujarat

Leave a Comment

UA-96247877-1