Aapnu Gujarat
રમતગમત

વિશ્વકપમાં બોલિંગના લીધે ભારત મજબુત દાવેદાર પૈકીનું એક છે : ઈયાન ચેપલ

આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વખતે વર્લ્ડ કપનો તાજ કોઇ જીતશે તેની ચર્ચા દુનિયામાં ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્‌સમેનોમાં સ્થાન ધરાવનાર ઇયાન ચેપલે કબુલાત કરતા કહ્યુ છે કે ભારતીય ટીમ બોલિંગના કારણે વિશ્વ કપમાં સૌથી પ્રબળ દાવેદાર ટીમ પૈકી એક તરીકે છે. ચેપલે કહ્યુ છે કે ભારતીય ટીમની બોલિંગમાં વિવિધતા રહેલી છે. જે તેને વિશ્વ કપ જીતાડવામાં મદદરૂપ બની શકે છે. ચેપલે એમ પણ કહ્યુ છે કે જે ટીમ મધ્યના ઓવરમાં વિકેટો લેશે તેની તક સૌથી વધારે છે. આ વર્લ્ડ કપ એજ ટીમ જીતશે જે ટીમના બોલરો મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. વિકેટ જે ટીમ નિયમિત ગાળામાં લઇ શકશે તે ટીમની તક વિશ્વ કપ જીતવાની સૌથી વધારે છે. ભારતીય ટીમ આ વખતે કોહલીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી છે. તેની તક સૌથી વધારે હોવાનો અભિપ્રાય અન્ય પૂર્વ ખેલાડીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. ૩૦મી મેના દિવસથી વર્લ્ડકપની શરૂઆત થયા બાદ ૧૪મી જુલાઈ વર્લ્ડકપ ચાલશે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું.વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું ાયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડકપમાં ૧૦ ટીમોમાં અગાઉના વર્લ્ડકપ કરતા ટીમો ઓછી રહી છે. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડ હાલમાં અન્ય ટોપ ટીમોમાં પ્રથમ સ્થાને છે. હાલની સફળતા બાદ ઇંગ્લેન્ડ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. યજમાન ટીમ હોવાથી પણ તેની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી શકાય છે. બીજી બાજુ વિતેલા વર્ષોના જાદુઇ સ્પીનર શેન વોર્ન દ્વારા કહેવામાં આવ્યુ છે કે સ્મિથ અને વોર્નરની એન્ટ્રી થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમની તક પણ ફરી એકવાર વધી ગઇ છે. રોમાંચક મેચોનો દોર હવે શરૂ થનાર છે.

Related posts

एथलेटिक चैंपियनशिप : संदीप ने 20 KM पैदल चाल में जीता स्वर्ण पदक

aapnugujarat

અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો ટ્રોલ થયો વિરાટ કોહલી

editor

નેક્સ્ટ ટી૨૦ વર્લ્ડ કપ, બે વર્ષમાં રમાનાર આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે મિતાલી રાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1