Aapnu Gujarat
બિઝનેસ

ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત થયા બાદ શેરબજારમાં પણ તેજીનો માહોલ હાલમાં રહ્યો હતો. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સંયુક્તરીતે ૧.૪૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રચંડ બહુમતિ સાથે ફરી બનવાના સંકેત દેખાયા બાદ આ તેજી જામી હતી. સેંસેક્સે ગુરુવારના દિવસે ૪૦૧૨૪ની સપાટી ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન હાંસલ કરી લીધી હતી તે દિવસે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં કુલ ૫૪૨ સીટો પૈકી ૩૦૦થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે મેળવી લીધા બાદ બજારમાં તેજીનો માહોલ જામ્યો હતો. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧૪૨૪૬૮.૧ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૪૫૦૬૯.૬૬ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૮૪૭૩૮૫.૭૭ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આની સાથે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે ફરી પ્રથમ ક્રમાંકે પહોંચી છે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૧૮૧૬.૨૪ અને ૨૬૫૮૬.૪૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૦૧૫૭.૮૪ કરોડ રૂપિયા વધી છે. છેલ્લા સપ્તાહમાં જે ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસનો સમાવેશ થાય છે.ટીસીએસની માર્કેટ મૂડી ૧૭૫૨૩.૬ કરોડ રૂપિયા ઘટી ગઈ છે જેથી તેની માર્કેટ મૂડી હવે ઘટીને ૭૬૯૧૦૭.૫૩ કરોડ રૂપિયા થઇ છે.
છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. ગુરુવારના દિવસે સેંસેક્સે ૪૦ હજારની સપાટી હાંસલ કરી લીધી હતી. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા સ્થાન ઉપર અકબંધ છે.

Related posts

रिलायंस कॉम्युनिकेशंस से सैलरी नहीं लेंगे अनिल अंबानी

aapnugujarat

ફરી તીવ્ર તેજી : સેંસેક્સમાં ૩૪૬ પોઇન્ટ સુધી ઉછાળો

aapnugujarat

સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ અપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1