Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% અને દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ

શનિવારે ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનું 73.27 % પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં પાટણ જિલ્લો 85.03 ટકા સાથે પ્રથમ રહ્યો છે જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 45.02% છે. વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% પરીણામ આવ્યું હતુ. વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ આવ્યું હતુ. વિરમગામ શહેરની દિવ્યજ્યોત હાઇસ્કૂલની ધોરણ-12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીન દવે ધારા ભરતકુમાર 89.23%, 99.74 પર્સન્ટાઇલ રેન્ક સાથે વિરમગામ કેન્દ્રમા પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું હતુ. જ્યારે વિરમગામ શહેરની કેબીશાહ વિનય શાળામાં 85.88 % પરીણામ જાહેર થયું જેમા 99.34 પર્સન્ટાઇલ રેંક સાથે પરમાર શ્વેતા રાજેશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષામાં 3,56,869 નિયમિત ઉમેદવારો નોંધાયા હતાં. જે પૈકી 3,55,562 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અને 2,60,503 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગયા વખતની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ગુજરાતની ફી રેગ્યુલેટરીમાં વાલીઓને સમાવવાનો હુકમ

aapnugujarat

CBSE ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર

aapnugujarat

માસ કોપીના કેસમાં ૧૦૦ને ડીબાર કરતો નિર્ણય યથાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1