Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

CBSE ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર

સીબીએસઈ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ટોપર્સમાં ચાર લોકો રહ્યા છે. ચાર વિદ્યાર્થીઓ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવવામાં સફળ રહ્યા છે. ૧૨માંની જેમ જ ૧૦માં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી દીધી છે. ટોપ કરનાર ચાર વિદ્યાર્થીઓમાં ત્રણ વિદ્યાર્થીનીઓ છે. ૧૦માંની પરીક્ષામાં આ વખતે ૧૩૧૪૯૩ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા અથવા તો તેના કરતા પણ વધારે માર્ક મેળવ્યા છે. જ્યારે ૯૫ ટકા અથવા તો તેનાથી વધુ માર્ક ૨૭૪૭૬ વિદ્યાર્થીઓએ મેળવી લીધા છે. ૧૦માં ક્લાસ પહેલા ટોપર્સ ડીપીએસ ગુડગાંવ વિદ્યાર્થી પ્રખર મિત્તલ છે જે ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવવામાં સફળ રહ્યો છે જ્યારે બીજી ટોપર્સ બિજનૌરની રિમઝિમ અગ્રવાલ છે.
રિમઝિમ આરપી પબ્લિક સ્કુલની વિદ્યાર્થીની છે જ્યારે ત્રીજી ટોપર સામલીની નંદીની ગર્ગ છે તે સ્કોટિસ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. જ્યારે ચોથી ટોપર કોચીનની શ્રીલક્ષ્મી છે જે ભવાની વિદ્યાલયની વિદ્યાર્થીની છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ૧૦માં તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આઠ વર્ષના લાંબા ગાળા બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ છે. આ વખતે પાંચમી માર્ચથી ૧૨મી એપ્રિલ દરમિયાન દેશભરમાં ૪૪૫૩ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. વિદેશમાં ૧૦માં ધોરણના કુલ ૭૮ પરીક્ષા કેન્દ્રો હતા. આ વખતે કુલ ૧૬૩૮૪૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા ૬૭૧૧૦૩ અને વિદ્યાર્થીઓની સંખ્યા ૯૬૭૩૨૫ હતી. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા રહી હતી. ૯૫ ટકા અથવા તો તેનાથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉંચી નોંધાઈ છે જેના લીધે વાલીઓમાં ચર્ચા રહી હતી.

Related posts

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

Over 20,000 devotees visited Vaishno Devi on 1st day of Navratri

aapnugujarat

पूरे भारत में एक ही भाषा की संकल्पना संभव नहीं : रजनीकांत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1