Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૧ ચૂંટણી જીતનારા ખડગે મોદી સુનામીમાં પહેલી વાર હાર્યા

મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ પાર્ટીનું એક એવું નામ છે જેમણે જ્યાંથી પણ ચૂંટણી લડી ત્યાંથી વિજય મેળવ્યો છે પરંતુ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતાનો જાદૂ ચલાવવામાં અસમર્થ રહ્યા. લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં ગુલબર્ગા બેઠક પરથી ચૂંટણી લડનારા ખડગેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પહેલી વખત તેઓ કોઈ ચૂંટણીમાં હાર્યા છે. ખડગેએ પોતાના જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે અને નવ વખત તેઓ ધારાસભ્ય તેમજ બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરંતુ મોદીની સુનામી સામે તેમનું કંઈ જ ચાલ્યું નહીં. લોકસભામાં કોંગ્રેસના નેતાને ગુલબર્ગા અને પૂર્વ વડાપ્રધાન તેમજ એચ ડી દેવગૌડાને તુમકુર બેઠક પર ભાજપના ઉમેદવારની સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના જી બાસવરાજે તુમકુર બેઠક પર દેવગૌડાને ૧૩,૩૩૯ મતથી હરાવ્યા જ્યારે ભાજપા ઉમેદવાર ઉમેશ જાધવે ખડગેને તેમના રાજકીય કાર્યકાળમાં ૯૫,૪૫૨ મતથી પહેલી વખત હરાવ્યા. ૨૦૧૪માં મોદી લહેર વખતે પણ મલ્લિકાર્જુન ખડગેએ ગુલબર્ગા બેઠક પરથી વિજય મેળવીને કોંગ્રેસ સાંસદીય પક્ષના નેતા બન્યા હતા. તેઓ યૂપીએ સરકારમાં રેલવે મંત્રી, શ્રમ મંત્રી તેમજ રોજગાર મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે. તેઓ ગુલબર્ગા બેઠક પરથી બે વખત સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે.

Related posts

ગડકરીએ કહ્યું : વડાપ્રધાન બનવાની ન તો મારી ઈચ્છા છે, ન તો આરએસએસની કોઈ યોજના

aapnugujarat

Cabinet approves increasing of SC judges from 31 to 33, Center approval 10% Reservation in J & K

aapnugujarat

રાંચી જેલમાં લાલૂને માળીનું કામ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1