Aapnu Gujarat
બ્લોગ

સ્મૃતિ ઇરાની : ‘તુલસી વહુ’થી લઈને ગાંધી પરિવારના ગઢને ધ્વસ્ત કરવા સુધી

દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી સ્મૃતિ ઇરાનીની રાજકીય સફર ખુબ રસપ્રદ રહી છે. કારણ કે સાસ ભી કભી બહુથી ટીવી સીરિયલથી ઘર-ઘરમાં ઓળખ બનાવનારી ઇરાનીએ જ્યારે ભાજપના માધ્યમથી રાજનીતિમાં પગ મુક્યો તો ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ દેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારના ગઢમાં તેના વર્ચસ્વને તોડી દેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હાર સ્વીકાર કરી લીધી છે અને ઇરાનીને જીત માટે શુભેચ્છા આપી છે. આ પહેલા ૧૯૭૭માં સંજય ગાંધીએ અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્મૃતિ ૨૦૦૩માં તે સમયે ભાજપમાં સામેલ થઈ, જ્યારે તેનું અભિનયનું કરિયર આસમાને હતું. તેના આગામી વર્ષે તે મહારાષ્ટ્ર યૂથ વિંગની ઉપાધ્યક્ષ બની હતી. ૨૦૦૪માં ઇરાનીએ પ્રથમવાર ચાંદની ચોક લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરી પરંતુ તેને કોંગ્રેસના કપિલ સિબ્બલના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૦માં ઇરાનીને ભાજપ મહિલા મોર્ચાની કમાન આપવામાં આવી હતી. ૨૦૧૧માં ભાજપે તેમને રાજ્યસભા મોકલ્યા હતા. આગામી વર્ષે તેમને પાર્ટીની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી.ઇરાનીના રાજકીય કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો, જ્યારે ભાજપે તેને ૨૦૧૪માં ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે ૧ લાખ મતથી હારી ગયા, પરંતુ ચૂંટણી મેદાનમાં તેમણે જે રીતે લડત આપી, તેમણે બધાને પ્રભાવિત કર્યાં હતા. તેનું ઇનામ પણ તેમને મળ્યું હતું.
લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર પોતાના કેબિનેટમાં જગ્યા આપી, પરંતુ માનવ સંસાધન જેવું મહત્વપૂર્મ મંત્રાલય આપ્યું હતું. બાદમાં તેને કપડા મંત્રાલયમાં મોકલવામાં આવી હતી. ૨૦૧૪માં રોમાંચક મુકાબલામાં હાર્યા છતાં સ્મૃતિએ અમેઠી સાથે પોતાનો સંબંધ જાળવી રાખ્યો. તેઓ સતત નિયમિત સમયે અમેઠીનો પ્રવાસ કરતા રહ્યાં હતા. સ્મૃતિએ છેલ્લા ૫ વર્ષોમાં ખુદને રાહુલ ગાંધીના વિરોધી તરીકે સ્થાપિત કરી હતી. સંસદથી લઈને સંસદની બહાર સુદી તે મહત્વના મુદા પર રાહુલ ગાંધીને કાઉન્ટર કરતી રહી અને તેના પર હુમલો કરવાની એક પણ તક ન ગુમાવી. રાહુલ ગાંધીના અમેઠી સિવાય વાયનાડથી ચૂંટણી લડવાને ઇરાની અને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષનો ડર ગણાવ્યો હતો.
સ્મૃતિ ઇરાની પોતાની શૈક્ષણિક યોગ્યતાને લઈને વિવાદોમાં રહી હતી. તેના પર આરોપ લાગ્યો કે ૨૦૦૪ અને ૨૦૧૪ ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની શૈક્ષણિક યોગ્યતા અલગ-અલગ દર્શાવી હતી. ૨૦૦૪માં ઇરાનીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેઓ સ્નાતક છે. એફિડેવિટ પ્રમાણે, તેમણે ૧૯૯૬માં દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કરેસ્પોન્ડેસથી બીએની ડિગ્રી મેળવી હતી. પરંતુ ૨૦૧૪માં તેમણે પોતાના એફિડેવિટમાંજણાવ્યું કે, તેમણે ૧૯૯૪માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ પાર્ટ ૧ની પરિક્ષા પાસ કરી હતી અને કોર્ષ પૂરો ન કરી શકી. આ સિવાય સ્મૃતિ તે સમયે વિવાદોમાં આવી જ્યારે તેણે કહ્યું કે, તેની પાસે અમેરિકાની જાણીતી યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

કડવાશ ભૂલી આપસી સંબંધોમાં મીઠાશ વધારવાનો મોકો આપતું પર્વ : દિવાળી

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિચારવું ભુલ ભરેલું : મતભેદ બાજુએ તારવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1