Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકવાદ મુદ્દે ભારત વાત કરવા તૈયાર નથી : પાકિસ્તાન

પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, તે પોતે આતંકવાદ સહિતનાં મુદ્દે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પણ ભારત આ મુદ્દે વાતચીત કરવા તૈયાર નથી. અમારા માટે આ પ્રાથમિક રીતે નિસ્બત ધરાવતો મુદ્દો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો કે, તે ભારત રચના રચનાત્મક રીતે સબંધ બાંધવા માગે છે અને વડાપ્રધાન ઇમરાન ખાનની આ નીતિ છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ આ વાત કહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધુ છે કે, આતંકવાદ અને વાતચીત બંને એક સાથે શક્ય નથી.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યુ કે,જમ્મુ-કાશ્મી સહિતનાં મુદ્દે પાકિસ્તાનની પોઝીશન સ્પષ્ટ અને આ તમામ મુદ્દાઓ પર શાંતિપૂર્ણ રીતે સંવાદ કરવા માગે છે. પણ ભારત આ મુદ્દે સહકાર આપવામાં ખચકાય છે.
મહત્વની વાત એ છે કે, મે મહિનાની ૨૧ અને ૨૨ તારીખે કઝાકિસ્તાનમાં સાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિંટિંગ મળવાની છે જેમાં ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજરી આપવાનાં છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મહોમ્મદ કુરેશી પણ આ મિટિંગમાં હાજરી આપશે.

Related posts

हमारे पास जाकिर नाइक का प्रर्त्यपण न करने का अधिकार : मलयेशिया

aapnugujarat

પાંચ-પાંચ પત્નીઓએ સહવાસ માણ્યો, પતિ મૃત્યુ પામ્યો..!!

aapnugujarat

બ્રાઝિલમાં કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૩૨૫૧ના મોત

editor

Leave a Comment

UA-96247877-1