Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુનોએ આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા પર પ્રતિબંધ મૂક્યો

અહીંની સલામતી સમિતિએ આઇએસઆઇએસની દક્ષિણ એશિયાની શાખા ગણાતા ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ – ખોરાસાન (આઇએસઆઇએલ-કે) પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાની નાગરિક અને તહેરીકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના ભૂતપૂર્વ કમાંડર હાફિઝ સઇદ ખાન દ્વારા ૨૦૧૫માં ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ – ખોરાસાનની સ્થાપના કરાઇ હતી.
ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ – ખોરાસાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દોઢસોથી વધુ લોકોના જાન લેનારા ત્રાસવાદી હુમલામાં સંડોવાયું છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ પહેલી મેએ પાકિસ્તાનના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્રિ્‌વક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો.
મસૂદ અઝહરને વૈશ્રિ્‌વક ત્રાસવાદી જાહેર કરાતા પાકિસ્તાનને તેની અસ્કયામતને સ્થગિત કરવાની અને તેના પ્રવાસ પર નિયંત્રણ મૂકવાની ફરજ પડી હતી.ન્યૂ યોર્કમાં આવેલી અમેરિકી લશ્કરની એકેડેમીની એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશનના કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટરે દાવો કર્યો હતો કે લશ્કરે તૈયબા, જમાત-ઉદ-દાવા, હક્કાની નેટવર્ક અને ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઉઝબેકિસ્તાનના કેટલાક સભ્યો ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ – ખોરાસાનમાં જોડાયા હતા.
ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ – ખોરાસાનએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંના અનેક હુમલાની જવાબદારી લીધી હતી.

Related posts

मौलाना ने इमरान की कुर्सी हिला दी

aapnugujarat

सोशल मीडिया पर फर्जी खबरों के लिए मार्क जुकरबर्ग ने अमेरिका को ठहराया जिम्मेदार

aapnugujarat

PM Modi holds talks with President Reuven Rivlin of Israel

aapnugujarat

Leave a Comment

UA-96247877-1