Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં આતંકીવાદીઓ ઘુસાડવા પાકિસ્તાને શોધ્યો નવો રસ્તો

પુલવામા હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારતીય સેના કોઇપણ પ્રકારની ઘૂસણખોરીને નાકામ કરવા તૈયાર છે. એવામાં પાકિસ્તાન આતંકીઓને સતત ભારતમાં ઘૂસણખોરી કરાવવા નવા નવા રસ્તા શોધી રહ્યું છે.ખુફિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાને આ વખતે નેપાળ બોર્ડર પરથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં જ ત્રણ આતંકી નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવામાં સફળ રહ્યાં છે. ઘૂસણખોરી કરી ત્રણ આતંકી નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યા છે. આતંકીઓને બાંદીપોરા સુધી પહોંચાડવાનું કામ સાઝિદ મીર ઉર્ફ હૈદર નામના આતંકીએ પોતાના અન્ય આતંકી સાથીઓ સાથે કર્યું છે.ખુફિયા રિપોર્ટ છે કે સાઝિદ મીર નામનો આતંકી કાશ્મીરનો લોકલ આતંકી છે, જે સોપોરમાં સક્રિય છે. સાઝિદ પોતાના અન્ય સાથીની સાથે નેપાળના કાટમાંડુ પહોંચ્યો હતો અને ત્યાંથી એ ત્રણ પાકિસ્તાની આતંકીઓને લઇને નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યો.છેલ્લા બે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં આતંકીઓએ નેપાળમાંથી ભારતમાં ઘૂસણખોરી કરી હોવાની એકપણ ઘટના બની ન હતી, આ વર્ષ પ્રથમ વખતે નેપાળના રસ્તે આતંકીઓ ઘૂસણખોરી કરવાનો મામલો સામે આવ્યો છે. જે ચિંતાજનક છે.છેલ્લા દશ વર્ષના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૦થી ૨૦૧૯ સુધી કુલ ૨૭૨૦થી વધુ વખત આતંકી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેમાં અંદાજે ૨૦૦૦થી વધુ પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવ્યા.

Related posts

સારે મોદી ચોર બોલી રાહુલ ફસાયા : સુશીલ મોદી દ્વારા કેસ કરાયો

aapnugujarat

मिशन दिल्ली : बीजेपी ने आम आदमी पार्टी को टक्कर देने के लिए व्यूह रचना शुरू कर दी

aapnugujarat

Bihar CM Nitish Kumar conducts high-level meeting in Patna for over liquor ban

aapnugujarat

Leave a Comment

UA-96247877-1