Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને મળી તો ગઈ મદદ, પણ કમર તોડી દેશે આઇએમએફની શરતો

આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ તરફથી ૬ અબજ ડોલર બેલઆઉટ પેકેજ તો મળી ગયું છે, પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાનની પરિસ્થિતિ બદલશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આઇએમએફ સાથે ત્રણ મહિના સુધી કરવામાં આવેલી વાતચીત બાદ પાકિસ્તાનને મદદ તો મળી ગઈ છે. પરંતુ, આ વખતે આઇએમએફ કડક માપદંડ સાથે પાકિસ્તાનની મદદ કરી છે. તમને જણાવી દઈએ કે, આ ૨૨મી વખત છે, જ્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ આટલી વધુ ખરાબ થઈ કે તેણે આઇએમએફની શરણમાં જવા મજબૂર થવું પડ્યું છે.રિપોટ્‌ર્સ અનુસાર, આઇએમએફની પેકેજ આપવાની શરતોથી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન નાખુશ છે. વિશેષજ્ઞો અનુસાર, પાવર ટેરિફમાં વધારો, ટેક્સ છૂટ ખતમ કરવા જેવી શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને ગરીબવર્ગ પર જરૂરતથી વધારે બોઝો પડશે, જેના કારણે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફની લોકપ્રિયતા ખતમ થઈ શકે છે.આઇએમએફ સાથે કરાર પર તૈયાર થવા પર ઈમરાન ખાને શનીવારે જ આ ડીલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, પાકિસ્તાન પાસે આઇએમએફની શરતો સામે ઝુક્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ જ બચ્યો ન હતો.ગત વર્ષે જ્યારે ઈમરાન ખાન સત્તામાં આવ્યા ત્યારે તેમની છબી આઇએમએફના મોટા આલોચક તરીકે હતી. પોતાના ચૂંટણી કેમ્પેઈનમાં તેમણે વાયદો કર્યો હતો કે, તે આઇએમએફ પાસે મદદ માંગવા માટે નહી જાય પરંતુ ઈમરાન ખાને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ઈમરાને સામાજીક કલ્યાણ કાર્યક્રમોને પણ આગળ વધારવાનો વાયદો કર્યો હતો જે વૈશ્વિક સંસ્થા આઇએમએફની મિતવ્યયિતાની શરતોથી બિલકુલ ઉલટો હતો. હવે આઈએમએફનું પેકેજ મળ્યા બાદ ઈમરાન ખાને તે તમામ શરતો માનવી પડી છે, જેના ક્યારેક કટ્ટર વિરોધી રહ્યા હતા.સમાચારપત્ર અનુસાર, આઇએમએફ ડીલ અત્યાર સુધીની સૌથી વધારે કડક શરતો સાથે કરવામાં આવી છે અને પાકિસ્તાન સંસ્થાઓ શરતો પૂરી કરવામાં સફળ ન થઈ શકે તો તે સંસ્થાની વિશ્વસનિયતાના લિસ્ટમાં એક-બે ક્રમ વધુ નીચે ગીરી શકે છે. કરારનો એક ભાગ રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આઇએમએફના કર્મચારીઓ શરૂઆતમાં તો એક-બે વાર્તામાં નરમ વલણ અપનાવી રહ્યા પરંતુ ત્યારબાદ તે એવી કડક શરતો લઈને આવ્યા જે કેટલાએ મોર્ચા પર અસ્વીકાર્ય લાગી રહી હતી. અધિકારીએ કહ્યું કે, અગામી બજેટમાં વ્યયમાં કટોતી અને રાજસ્વ વધારા દ્વારા જીડીપીના ૨.૬ ટકાના બરાબર એટલે કે, ૧૧૨૦ અબજ રૂપિયાની નાણાકીય વ્યવસ્થા કરવાનું સામેલ છે. તેનો મતલબ એ છે કે, સરકાર પર ૬૦૦થી ૭૦૦ અબજ રૂપિયાનું વધારે રાજસ્વ ભેગુ કરવાનો ગંભીર પડકાર હશે.

Related posts

बुर्किना फासो में आतंकी हमला, 35 लोगों की मौत, 80 आतंकी ढेर

aapnugujarat

ईरानियों को मारनेवाला इजरायल दुनिया का इकलौता देश : हनेग्बी

aapnugujarat

पाक 2022 तक पहला अंतरिक्ष यात्री भेजने को प्रतिबद्ध : फवाद चौधरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1