Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત માટે વાયુ ક્ષેત્રને પાકિસ્તાન ટૂંકમાં ખોલે તેવી શક્યતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે જારી સૈન્ય તંગદિલી વચ્ચે પાકિસ્તાન હવે ભારત માટે વાયુક્ષેત્રને ખોલવા માટે ટુંક સમયમાં નિર્ણય કરનાર છે. આ સંબંધમાં ચર્ચા કરવા માટે ૧૫મી મેના દિવસે બેઠક યોજાનાર છે. આ બેઠકને લઇને વ્યાપક ચર્ચા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન ભારતીય ઉડાણો માટે પોતાના હવાઇ ક્ષેત્રને ખોલી દેવા માટેની બાબતની સમીક્ષા કરનાર છે. પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવકતાએ કહ્યું છે કે ઇમરાન ખાન સરકાર ૧૫મી માર્ચના દિવસે યોજાનાર બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે છે. બેઠકમાં અધિકારીઓની સાથે તમામ મંત્રાલયના પ્રધાનો પણ ભાગ લેનાર છે. બેઠકને લઇને જાહેરનામુ જારી કરવામાં આવી ચૂક્યું છે. બીજી બાજુ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લોકસભા ચૂંટણી પુૂર્ણ થઇ ગયા બાદ સુધી યથાસ્થિતી રહેનાર છે. પુલવામા ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને કરવામા ંઆવેલી જોરદાર કાર્યવાહી બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધ ખુબ ખરાબ થઇ ગયા છે. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદી કેમ્પો પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને વળતો હુમલો ભારતીય સેન્ય સ્થળો પર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક પાકિસ્તાની વિમાનને ફુંકી મારવામાં આવ્યું હતું જ્યારે ભારતનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતી રહેલી છે.
આ બનાવ બાદ પાકિસ્તાને પોતાની હવાઇ સીમાને ભારત માટે બંધ કરી દીધી હતી. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને ત્રાસવાદીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. જોકે હવે પાકિસ્તાન ભારત સાથે સંબંધ સુધારવા માટેના પ્રયાસમાં છે. સાથે સાથે તેના પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાન તરફથી પોતાના હવાઈ ક્ષેત્રને ભારતીય ઉડ્ડયન માટે બંધ કરવાના નિર્ણયના પરિણામ સ્વરુપે ભારતને દરરોજ છથી ૧૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ઉડ્ડયન ક્ષેત્ર ખુલે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ આતંકવાદીઓ સામે કાર્યવાહીની પણ શરૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન ભારત માટે હવાઇ ક્ષેત્રને ખોલી દે તેવી શક્યતા છે.

Related posts

ભારતીય રેલવે ૯૦ હજાર કર્મીઓની ભરતી કરવા તૈયાર

aapnugujarat

मनरेगा के साथ NYAY योजना भी लागू हो, क्या सूट-बूट-लूट की सरकार गरीबों का दर्द समझेगी? – राहुल गांधी

editor

दिल्ली-मुंबई के बीच जल्द चलेगी नई और तेज रफ्तार वाली राजधानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1