Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજીવ ગાંધી હત્યાકાંડનાં આરોપીઓને છોડી મુકવાનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના સાત આરોપીઓને છોડી મુકવાની તામિલનાડુ સરકારના ૨૦૧૪ના નિર્ણયને વિરોધ કરતી અરજીને ગુરૂવારે ફગાવી દીધી છે. ૧૯૯૧માં પૂર્વ વડાપ્રધાનની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ અરજી દાખલ કરી તામિલનાડુ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું,‘આ મામલી બંધારણીય બેન્ચે નિર્ણયમાં તમામ પાસાઓઓ પર વિચાર કર્યો હતો, માટે આ મામલે હવે ખાસ કંઇ વધ્યું નથી.’
તત્કાલીન મુખ્યમંત્રી જે.જયલલિતા સરકારે ૨૦૧૪માં આ મામલે સાત આરોપીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુના શ્રીપેરૂમ્બદુરમાં ૨૧ મે ૧૯૯૧ના રોજ હત્યા કરવામાં આવી હતી.
આ મામલો હવે રાજ્યપાલની પાસે પેન્ડિંગ છે. હવે રાજ્યપાલ આ વાત પર અંતિમ નિર્ણય લેશે કે ૭ આરોપીઓને છોડી મુકવા કે નહીં. આ અરજી એસ અબ્બાસ નામના વ્યક્તિએ કરી હતી. એસ અબ્બાસની માતાનું રાજીવ ગાંધીની હત્યા સમયે થયેલા બ્લાસ્ટમાં મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ સમયે એસ અબ્બાસ આઠ વર્ષના હતા.
૨૦૧૪માં રાજ્ય સરકારે કહ્યું હતું કે આરોપીઓ પહેલા જ ૨૫ વર્ષથી વધારે સજા કાપી ચુક્યાં છે. અરજદારની દલીલ હતી કે તેમને આજીવન કેદની સજા મળી છે તો અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું જોઇ.

Related posts

Shivpal Singh Yadav will be build Bharat Temple in Jammu

aapnugujarat

એએપીના ૨૦ ધારાસભ્યો ગેરલાયક : રાષ્ટ્રપતિની બહાલી

aapnugujarat

૩૭૦ પર નિર્ણય બાદ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગરથી અજીત ડોભાલનો રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1