Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એએપીના ૨૦ ધારાસભ્યો ગેરલાયક : રાષ્ટ્રપતિની બહાલી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાભપ્રદ હોદ્દા જાળવવા બદલ દિલ્હી વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની ચૂંટણી પંચની ભલામણોને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકારની મુશ્કેલી વધી ગઈ છે. અલબત્ત દિલ્હી સરકાર બહુમતમાં હોવાથી તે અકબંધ રહેશે પરંતુ તેના સભ્યોની સંખ્યા ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. વિધાનસભામાંથી એએપીના ધારાસભ્યોની હકાલપટ્ટી કરવા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણને રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપ દીધી છે. આની સાથે જ દિલ્હીમાં પેટાચૂંટણી માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. શુક્રવારના દિવસે ચૂંટણી પંચે એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા રાષ્ટ્રપતિને અપીલ કરીને પત્ર લખ્યો હતો. આ લોકોએ લાભપ્રદ હોદ્દા જાળવ્યા હતા. ૧૩મી માર્ચ ૨૦૧૫થી ૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ વચ્ચેના ગાળામાં સંસદીય સચિવના હોદ્દા જાળવ્યા હતા. ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ ૬૭ સીટોની બમ્પર બહુમતિ ધરાવનાર કેજરીવાલ સરકાર અકબંધ રહેશે. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને લાભના હોદ્દાના મામલામાં અગાઉ કારણદર્શક નોટિસ જારી કરી હતી. આ મામલામાં પહેલા ૨૧ ધારાસભ્યોની સંખ્યા હતી પરંતુ જર્નેલસિંહ પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે. દિલ્હી સરકારે માર્ચ ૨૦૧૫માં આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા. આને લઇને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ અને કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આની સામે પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ રાષ્ટ્રપતિ પાસે અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે, આ ૨૧ ધારાસભ્યો લાભના હોદ્દા ઉપર છે જેથી તેમને ગેરલાયક જાહેર કરવા જોઇએ. દિલ્હી સરકારે ત્યારબાદ દિલ્હી વિધાનસભામાં બિલમાં સુધારો કર્યો હતો. આ બિલનો હેતુ સંસદીય સચિવના હોદ્દાને લાભના હોદ્દાથી મુક્તિ અપાવવાનો હતો પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ બિલને ફગાવી દીધો હતો. રાષ્ટ્રપતિ ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા બાદ હવે એએપી પાસે ૪૭ ધારાસભ્યો રહી ગયા છે. જ્યારે બહુમતિ માટે જરૂરી આંકડો ૩૬નો છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે, દિલ્હીમાં પેટાચૂંટણી થશે તો આમ આદમી પાર્ટીની સાથે સાથે ભાજપ અને કોંગ્રેસની આકરી પરીક્ષા થશે. ૨૦ ધારાસભ્યોને એવા સમય ઉપર ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે જ્યારે દિલ્હીમાં અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકાર સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઇ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં એએપીને સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ થશે. આ વર્ષે જ વર્ષ ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીની તૈયારી પણ શરૂ થનાર છે. દિલ્હીમાં પેટાચૂંટણીની સ્થિતી માત્ર એએપી માટે જ નહી બલ્કે કોંગ્રેસ અને ભાજપ માટે પડકારરૂપ રહેશે. વર્ષ ૨૦૧૯થી પહેલા બન્ને પાર્ટીને આ બાબતનો અંદાજ લાગી જશે કે આમ આદમી પાર્ટી તરફ જતા રહેલા તમામ મત કોંગ્રેસ અને ભાજપ તરફ પરત થાય છે. ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ છ મહિનાની અંદર જ ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણી કરી શકે છે. દિલ્હીમાં જો પેટાચૂંટણી યોજાશે તો તમામ પાર્ટીની કસૌટી થઇ જશે.

Related posts

मराठा आरक्षण के बाद उठी मुस्लिम आरक्षण की मांग

aapnugujarat

પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદ વધારી દેવા માટેની તૈયારી

aapnugujarat

मतपत्रों से मतदान कराने का सवाल ही नहीं उठता : सीईसी सुनील अरोड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1