Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ઈરાને પરમાણુ સમજૂતીથી કિનારો કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે તેમના પરમાણુ કાર્યક્રમ હેઠળ વધારાનું યુરેનિયમ અને હેવી વોટરની નિકાસ રોકી દેશે. ૨૦૧૫ની પરમાણુ સમજૂતી હેઠળ આ સહમતી બની હતી. સાથે જ તેમણે બૃહદ યુરેનિયમ સંગ્રહ શરુ કરતાં પહેલાં સમજૂતીમાં નવી શરતો માટે ૬૦ દિવસની સમયમર્યાદા પણ નક્કી કરી છે. હસન રુહાનીએ રાષ્ટ્રને નામે સંબંધોન દરમિયાન આ નિવેદન આપ્યું હતું .
રુહાનીએ કહ્યું કે ઈરાન સમજૂતીમાં બાકી રહેલા ભાગીદારો સાથે નવી શરતો અંગે વાતચીત કરવા માગે છે. પરંતુ એમ પણ સ્વીકાર્યું કે, સ્થિતિ ભયાનક છે. તેમણે કહ્યું કે, અમને લાગે છે કે, પરમાણુ સમજૂતીમાં સુધારાની જરુર છે, ગત વર્ષે કરેલા ઉપાયો પ્રભાવહીન રહ્યાં છે. આ સુધારા સમજૂતીને બચાવવા માટે છે ન કે, સમજૂતીને સમાપ્ત કરવા માટે. ઈરાનના પોતાના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાના બદલામાં ૨૦૧૫માં આ સમજૂતી હેઠળ તેમના પર લાગેલા પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ આ ડીલ પરથી હટ્યાં બાદ તેમણે ઈરાન પર નબળા પાડનારા પ્રતિબંધ ફરીથી લગાવી દીધાં હતાં જેથી ગંભીર આર્થિક સંકટ ઉભું થયું હતું.ઈરાને તેમના આ નિર્ણય અંગે બ્રિટેન, ફ્રાંસ, ચીન, જર્મની અને યૂરોપીય સંઘના રાજદૂતો મારફતે આ દેશોના નેતાઓને બુધવારે પત્ર મોકલાવ્યો છે. આ તમામ દેશો પરમાણુ કરારમાં હસ્તાક્ષરકર્તા છે, અને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. રશિયાને પણ એક પત્ર મોકલવામાં આવ્યો છે.રુહાનીએ કહ્યું જો પાંચ દેશો વાતચીત માટે સામેલ થાય તો, અને ઈરાનને ઓઈલ અને બેંકિંગના ક્ષેત્રમાં તેમના લાભ પહોંચાડવામાં મદદ કરે છે તો, ઈરાન પરમાણુ સમજૂતીને અનુરૂપ તેમની પ્રતિબદ્ધતાઓ તરફ પરત ફરી જશે.રુહાનીએ એમ પણ કહ્યું કે, જો ૫૦ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઈરાન તેમની અરક હેવી વોટર પરમાણુ ભઠ્ઠીને ફરીથી બનાવવાના ચીનની આગેવાની થઈ રહેલા પ્રયાસને અટકાવી દેશે. આ મામલે અમેરિકા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.ઈરાને વર્ષ ૨૦૧૫માં વૈશ્વિક શક્તિઓ સાથે આ સમજૂતી કરાર કર્યા હતાં. પશ્ચિમી સરકારોને લાંબા સમયથી એવા ડર હતો કે, ઈરાન તેમના પરમાણુ કાર્યક્રમ મારફતે પરમાણુ હથિયારનું નિર્માણ કરી શકે છે. ઈરાન હમેશાંથી કહેતું આવ્યું છે કે, તેમનો આ કાર્યક્રમ શાતિપૂર્ણ ઉદ્દેશો માટે છે. કરાર હેઠળની શરતો અનુસાર ઈરાન ૩૦૦ કિલોગ્રામથી વધુ સંવર્ધિત યૂરેનિયમનો જથ્થો જમા ન કરી શકે.

Related posts

Chandrayaan-2: NASA praises ISRO, says- “Your Journey has inspired us”

aapnugujarat

कोरोना की चमत्कारी दवा को लेकर WHO ने चेताया

editor

सीनेट में चलेगा ट्रंप के खिलाफ महाभियोग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1