Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૨ સાયન્સ રિઝલ્ટ : અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૭૫.૧૩ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. આ વખતે પણ ધારણા પ્રમાણે જ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે નોંધાઈ રહ્યું છે. આના માટેના કેટલાક કારણો પણ રહેલા છે. હાલના સમયમાં અંગ્રેજી માધ્યમને વાલીઓ વધારે મહત્વ આપી રહ્યા છે. ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો આ વખતે પરિણામ ૭૧.૦૯ ટકા રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૧૩ ટકા રહ્યું છે. ગુજરાતી માધ્યમમાં કુલ ૯૪૭૦૨ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી ૯૪૦૫૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૩ અને એટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૧૬ નોંધાઈ છે. બીવનમાં ગુજરાતી માધ્યમના ૬૯૫૧ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે સી-૧માં ૧૮૫૦૦ વિદ્યાર્થી નોંધાયા છે. ગુજરાતી માધ્યમના નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૧૯૦ નોંધાઈ છે. અંગ્રેજી માધ્યમની વાત કરવામાં આવે તો કુલ વિદ્યાર્થઓની સંખ્યા ૨૮૦૨૬ નોંધાઈ હતી. જે પૈકી ૨૭૮૬૮ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૭, એટુમાં ૧૧૩૮, બીવનમાં ૨૮૧૪ અને બીટુમાં ૪૨૯૨ નોંધાઈ છે. સીટુમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૮૭૯ રહી છે. હિન્દી માધ્યમની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સંખ્યા ઉલ્લેખનિય રીતે ઘટી રહી છે. આ વખતે આવા હિન્દી માધ્યમમાં માત્ર ૧૭૬૨ વિદ્યાર્થી નોંધાયા હતા. જે પૈકી ૧૭૩૨ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર નોંધાઈ છે. જ્યારે એટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬ અને બીવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦ નોંધાઈ છે. હિન્દી માધ્યમના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૫.૧૩ ટકા રહ્યું છે. આ પરિણામને નિરાશાજનક કહી શકાય છે. એકબાજુ હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમનું મહત્વ ઘટી રહ્યું છે ત્યારે પરિણામની ટકાવારી પણ ઉલ્લેખનિય રીતે ઘટી રહી છે. કુલ ટકાવારીની વાત કરવામાં આવે તો ૭૧.૯૦ ટકાનું પરિણામ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયું છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

अहमदाबाद शहर का ७१.५२ और ग्रामीण का ७०.१३ प्रतिशत रिजल्ट

aapnugujarat

અમેરિકા અભ્યાસ માટે જતાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને

aapnugujarat

પ્રાથમિક સ્કૂલોમાં ૧ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1