Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખ પ્રથમ વાર પોલીસ અધિકારીના રોલમાં દેખાશે

છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલ આવી રહ્યા છે કે શાહરૂખ ખાન રાકેશ શર્માની બાયપિક ફિલ્મમાં કામ કરનાર નથી. મળેલી માહિતી મુજબ શાહરૂખ ખાને સારે જહાં સે અચ્છા નામની ફિલ્મ છોડી દીધી છે. જો કે ફિલ્મના રાઇટરે આ અહેવાલોને રદિયો આપ્યો છે. જો કે હજુ સુધી ફિલ્મને લઇને કોઇ નવો ખુલાસો કરવામાં આવ્યો નથી. કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા શંકા વધી રહી છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે શાહરૂખ ખાન પ્રથમ વખત પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ મધુર ભંડારકર બનાવવા જઇ રહ્યા છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ પોલીસ પર આધારિત રહેનાર છે. ઇન્સ્પેક્ટર ગાલિબ નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જે દેશમાં થતા માઠી ખાણ પ્રવૃતિ પર આધારિત ફિલ્મ છે. તે માફિયા સામે જંગ ખેલતો નજરે પડનાર છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ અન્ય ફિલ્મ સિમ્બા અથવા તો સિંઘમ જેવી રહેશે નહીં. જો કે થોડીક સિરિયસ ફિલ્મ રહેનાર છે. અલબત્ત શાહરૂખ ખાન મહેમાન તરીકે પોલીસના રોલમાં નજરે પડી ચુક્યો છે. તાજેતરમાં જ મુંબઇ પોલીસના કાર્યક્રમ ઉમંગમાં શાહરૂખ ખાને પોલીસની ભૂમિકા અદા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાની લાંબી ફિલ્મી કેરિયરમાં ક્યારેય પોલીસના રોલમાં દેખાયો નથી. જેથી તે પોલીસના રોલ કરવાની ઇચ્છા છે. બીજી બાજુ રણબીર કપુરે કહ્યુ છે કે જ્યારે શાહરૂખ ખાનને પોલીસનો રોલ મળે ત્યારે તે તેમની સાથે કોન્સ્ટેબલની ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે.
હવે લાગે છે કે શાહરૂખ ખાનની પોલીસની ભૂમિકા અદા કરવાની ઇચ્છા ટુંક સમયમાં જ પૂર્ણ થનાર છે. શુટિંગ અને અભિનેત્રીને લઇને હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી.

Related posts

LGBTQ समुदाय पर और फिल्मों की जरूरत : हंसल मेहता

editor

‘द कपिल शर्मा शो’ के पहले गेस्ट बने रीयल लाइफ हीरो सोनू सूद

editor

મૌની રોય રણબીરની સાથે ફિલ્મને લઇ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1