Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે : યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર નિશાન સાધતા કહ્યું કે, જે ઉંમરમાં બાળકોને સંસ્કાર શીખવવાં જોઇએ કોંગ્રેસનાં શહેઝાદી ગાળો શીખવાડી રહ્યા છે. યોગીએ ફહેહપુરા જનસભામાં કહ્યું કે, જે ઉંમરમાં બાળકોને સંસ્કાર શીખવવાની જરૂર હોય છે તે ઉંમરમાં કોંગ્રેસનાં શહેઝાદી દ્વારા ગાળો શીખવવામાં આવી રહી છે. આ જ છે કોંગ્રેસનું અસલી ચરિત્ર.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી સામે વડાપ્રધાન મોદી વિરુદ્ધ બાળકો દ્વારા નારા લગાવવા અંગે રાષ્ટ્રીય બાળ અધિકાર પંચ દ્વારા પ્રિયંકાને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રિયંકાએ કહ્યું કે, તેને નોટિસ મળી ચુકી છે. પત્રકારોનાં એક સવાલનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે, બાળકો આપોઆપ રમી રહ્યા હતા. હું ઉતરી તેમને મળવા માટે, તેમણે નારા લગાવવાનું ચાલુ કર્યું. જેવી રીતે તેમણે ખોટા પ્રકારનાં નારા લગાવ્યા. મે તેમને અટકાવ્યા અને કહ્યું કે, બેટા આ સારુ નથી, સારા નારા લગાવો. ઠીક છે, નોટિસ આવી છે.
કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક પ્રહાર કરતા યોગીએ કહ્યું કે, કોંગ્રેસનાં દલાલ અને ચાટુકાર ગરીબોનો હક ખાઇ જાય છે. યોગીએ રાયબરેલીની ચૂંટણી જનસભામાં કહ્યું કે, કોંગ્રેસનાં દલાલ અને ચાટુકાર ગરીબોનો હક્ક ખાઇ જતા હતા અને ઘણાં ગરીબોને તેમનો હક નહોતો મળતો. તેમને માત્ર દલાલીથી જ મતલબ હતો. જે લોકો દેશનાં બપૌતી માની લીધી હતી અને સમગ્ર દેશમાં પોતાની પૈતૃક માની લીધું હતું અને સમગ્ર દેશમાં ચાલી રહેલી મોદી લહેરથી તેઓ ખુન્નસમાં છે. હવે તેઓ ગાળા ગાળી પર ઉતરી ચુક્યા છે. યોગીએ કહ્યું કે, એક પરિવારે સમગ્ર દેશને પોતાની સલ્તનત માની લીધું હતું પરંતુ અહીંના લોકો માટે કાંઇ જ નથી કર્યું. મસુદ અઝહરનાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના કારણે એકવાર ફરીથી સાબિત થઇ ગયું છે કે મોદી હે તો મુમકીન છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું કે, મસુદનાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાથી આતંકવાદીઓનાં નામની આગળ જી લગાવનારા ઘરની શોકની લહેર છે. યોગી બોલ્યા, ઓસામા બિન લાદેનની જેમ જ મસુદ અઝહરની અવળી ગણત્રી ચાલુ થઇ ચુકી છે. તમે તમામ પ્રકારે આ શાહી પરિવાર અંગે કોંગ્રેસને પુછો કે તેમણે ૫૫ વર્ષમાં શું કર્યું છે. કોંગ્રેસે ન માત્ર યુવાનોને બેરોજગાર કરીને પલાયન કરાવવાને મજબુર કર્યા. યોગીએ કહ્યું કે, જ્યારે પણ દેશોમાં પ્રાકૃતિક ઇમરજન્સી આવે છે તો શું તમે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની સહાયતા કરતા જોયા છે.

Related posts

Indrani Mukerjea gets permission from special CBI court to turn approver in INX media case

aapnugujarat

મોદીએ ક્યારેય ચા વેચી નથી, માત્ર પબ્લિસિટી સ્ટંટ : તોગડિયા

aapnugujarat

૧ એપ્રિલથી ટેક્સ-રોકાણોના ઘણાં નિયમ બદલાઈ જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1