Aapnu Gujarat
મનોરંજન

રણબીર સાથે કામ કર્યાની મને ખુશી છે : વાણી કપૂર

ફિલ્મ ‘શમશેરા’માં વાણી કપૂર સ્ટંટ કરતી જોવા મળશે. પોતાના રોલ અંગે તે કહે છે કે આ એકદમ અલગ પ્રકારનો રોલ છે. હું આવો રોલ પહેલી વાર ભજવી રહી છું. શક્યતાઓ છે કે તેમાં કેટલાક એક્શન સીન પણ કરું. આ ફિલ્મમાં ઘણું બધું દર્શકોને રોમાંચિત કરનારું હશે.
‘શમશેરા’ ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કામ કરવાના અત્યાર સુધીના અનુભવોને શેર કરતાં વાણીએ કહ્યું કે હું બિનફિલ્મી પરિવારમાંથી આવું છું અને ઇન્ડસ્ટ્રીમાં કોઇ પણ વ્યક્તિ સાથે જલદી ખૂલી શકતી નથી. આવા સંજોગોમાં મારા કો-સ્ટાર રણબીર કપૂરે મને કમ્ફર્ટેબલ અનુભવ અપાવવામાં મોટી મદદ કરી.
રણબીર ખૂબ જ મદદગાર, સ્વીટ અને વિનમ્ર કો-સ્ટાર છે, તેના જેવો સ્વભાવ ખૂબ જ મુશ્કેલીથી મળે છે. તેની સાથે કામ કર્યાની મને ખૂબ જ ખુશી છે. હું ઘણા વખતથી રણબીર કપૂર સાથે કામ કરવા ઇચ્છતી હતી. તે એક સારો અભિનેતા પણ છે.

Related posts

સેક્સ સિમ્બોલ તરીકે રહેવા ગૌહર ખાન ઇચ્છુક

aapnugujarat

किसानों के बारे में बोलने पर मुझे रेप की धमकियां मिल रहीं : कंगना

editor

ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલામાં હોસ્પિટલમાં એડમિટ

editor

Leave a Comment

UA-96247877-1