Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓરિસ્સામાં ‘ફેની’ વાવાઝોડુ ત્રાટક્યું : ત્રણનાં મોત

બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ઓરિસ્સામાં ત્રાટકેલા ચક્રવાતી ફેનીથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયું છે. આજે સવારે ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની ચક્રવાતી તોફાન ત્રાટક્યા બાદ અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. પ્રચંડ ગતિ સાથે પવન ફુંકાયો હતો. ભયંકર તોફાનના કારણે તેના પ્રભાવવાળા વિસ્તારોમાં અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઝુંપડાઓ ઉડી ગયા હતા. ધાર્મિક સ્થળ પુરીના વિસ્તારમાં અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તોફાન બાદ હજુ સુધી ઓરિસ્સામાં ત્રણના મોત થયા છે. ૧૨ લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવી ચુક્યા છે. નુકસાનની ખાતરી કરવામાં આવી રહી છે. હવે ફેની તોફાન નબળુ પડી રહ્યું છે અને બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. શ્રેણીબદ્ધ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ કરવામાં આવી ચુક્યા છે. ટ્રેન અને વિમાની સેવા બંધ કરવામાં આવી છે. અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની આજે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી. ચક્રવાતને પહોંચવાની પ્રક્રિયાને પૂર્ણ થવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ચક્રવાત માટે બનનવામાં આવેલા ૮૮૦ કેન્દ્રોમાં પણ લોકોને પણ ખસેડવામાં આવ્યા છે. ૧૨ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી પાંચ હજાર સેન્ટરોમાં આ લોકોને રાખવામાં આવ્યા છે. પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા.અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી. નુકસાનને ટાળવામાં તંત્રને મોટા ભાગે સફળતા મળી છે. ફેની ત્રાટકે તે પહેલા ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી. આ ગાળા દરમિયાન ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા હતા. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ફેનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને બાવન શહેરો પ્રભાવિત થયા છે. આવી સ્થિતીમાં ૫૦૦૦ શેલ્ટર હોમ બનાવી દેવામાં આવ્યા છે. જ્યાં ૧૨ લાખ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. ઓરિસ્સાના પુરીમાં વાવાઝોડુ ત્રાટકી ગયા બાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પણ જોરદાર પવન ફુકાયો હતો. સ્થિતિ પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી હતી. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળી છે. બંગાળની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગના અને હાવડા, હુબલી, જરગ્રામ, કોલકાતા, શ્રીકાકુલુમ, વિજયાનગરમ, વિશાખાપટ્ટનમમાં પણ અસર દેખાઇ છે. આંધ્રપ્રદેશમાં ફનીની અસર શ્રીકાકાલુમ, વિજયાનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં જોવા મળી છે. ફેની તોફાનને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે ૨૦૨ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ફની વાવાઝોડાની અસર પર ઉચ્ચ સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર હેઠળ તમામ એરલાઈન્સોને પણ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવી ચુક્યું છે. સંભવિત નુકસાનને ટાળવા માટે દરિયાકાંઠાના વિસ્તારમાંથી લાખો લોકોને બસ, બોટ અને ટ્રેન મારફતે ખસેડવામાં આવી ચુક્યા છે. ફેની ત્રાટકે તે પહેલાથી જ તેની અઇસર દેખાવવા લાગી ગઇ હતી. વરસાદની શરૂઆત તો ગઇકાલે જ થઇ ગઇ હતી. આંધ્ર અને ઓરિસ્સામાં વરસાદની શરૂઆત થઇ હતી.
ટ્રેનો માટે પણ કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. ઓરિસ્સાના દરિયાકાઠા પર ફોની ચક્રવાતનુ સંકટ તોળાઇ છેલ્લા કેટલાક દિવસથી તોળાઇ રહ્યુ હતુ. આને લઇને વહીવટી તંત્ર સંપૂર્ણપણે જ્ય સરકારે દરિયાકાઠાના વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા હતા. દરિયાકાઠાના વિસ્તાર અને નીચલા વિસ્તારમાં રહેતા ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા હતા. સાવચેતીના પગલારૂપે પ્રદેશ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ૧૫ મે સુધી રજા રદ કરવામાં આવી હતી. જે રજા પર હતા તેમને બુધવાર સુધી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરવામાં આવી હતી. ૧૯૯૯માં સુપર સાયક્લોન બાદથી આને સૌથી વિનાશકારી ચક્રવાત તરીકે ગણવામાં આવે છે તે વખતે ઓરિસ્સામાં ભારે વિનાશ થયો હતો અને ૧૦૦૦૦ લોકોના મોત થયા હતા.આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની ૪૧, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો ગોઠવાઈ ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સામાં ફેની તોફાનની એન્ટ્રી થઇ ગયા બાદ જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. છેલ્લા ૨૦ વર્ષમાં ઓરિસ્સામાં આને સૌથી વિનાશક તોફાન તરીકે ગણવામાં આવે છે. જનજીવન ખોરવાઈ જવાની સાથે સાથે અભૂતપૂર્વ નુકસાન પણ થયું છે. તોફાનની ગંભીરતાને ધ્યાનમાં લઇને ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. એનડીઆરએફની ૨૮ કંપનીઓ તૈનાત કરવામા ંઆવી હતી. ઓરસ્સા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપડ એક્શન ફોર્સની ૨૦ યુનિટ પણ તૈનાત કરવામાં આવી હતી. સાથે સાથે ફાયર સેફ્ટી ડિપોર્ટમેન્ટના ૫૨૫ લોકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ૩૦૨ ટીમો પણ પહેલાથી જ ગોઠવી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થિતીની ઉંડી તપાસ કરી હતી. તોફાન ત્રાટકે તે પહેલા જ સંભવિત નુકસાનને ટાળવા માટે તમામ પગલા લેવામા ચુક્યા હતા. દરિયાકાઠાના જિલ્લામાં રેલવે, માર્ગ અને વિમાની સેવાને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. ગુરૂવારે મોડી રાત્રેથી બીજુ પટનાયક એરપોર્ટથી તમામ ફ્લાઇટોને ૨૪ કલાક માટે રોકી દેવામાં આવી હતી. કોલકત્તા એરપોર્ટને પણ બંધ રાખવાનો નિર્ણય રવામાં આવ્યો છે. કોલકત્તા એરપોર્ટને શુક્રવારે રાત્રેથી લઇને શનિવારે સાંજે છ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણંય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લોકોને ઘરની બહાર ન નિકળવ માટેની સલાહ આપી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને વાણિજ્ય પેઢીઓને બંધ રાખવામાં આવી છે. ચૂંટણી પંચે ચાર વિધાનસભા ક્ષેત્રોના ઇવીએમને પણ સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવા માટે મંજુરી આપી દીધી છે. રાજ્ય સરકારે તોફાનને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયારી કરી હતી. મુખ્યપ્રધાને બેઠકો યોજી છે. ચાર રાજ્યો માટે પહેલાથી જ ૧૦૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચુંટણી રેલી દરમિયાન કરી હતી. કટોકટીના સમયે લોકો સાથે તેમની સરકાર હંમેશા સક્રિય રહે છે. વિગતવાર બેઠકો યોજાઈ ચુકી છે. મોદીએ કહ્યું હતું કે ઓરિસ્સામાં ચક્રાવાતી તોફાન ત્રાટકી ગયું છે.
અત્રે નોંધનીય છે કે, ચક્રવાતી ફેની તોફાન ત્રાટક્યા બાદ તેની અસર હેઠળ ઓરિસ્સામાં ભારે નુકસાન થઈ ચુક્યું છે. હવામાન વિભાગ અને ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ખતરો હજુ ટળ્યો નથી. આંધ્રપ્રદેશ, બંગાળ, ઉત્તર પૂર્વ અને ઓરિસ્સામાં હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડુ નબળું પડ્યું છે પરંતુ હજુ ભારે વરસાદ થશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે કે ચક્રાવાતી ફેનીના પરિણામ સ્વરૂપે એમ્સ પીજી ૨૦૧૯ માટે કેન્દ્ર તરીકે ભુવનેશ્વરને રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. બીજુ પટનાયક વિમાની મથકને પણ ભારે નુકસાન થયું છે. નેપાળની હવામાનની સ્થિતિમાં પણ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

Related posts

કોંગ્રેસ નેતૃત્વને લખેલા પત્ર વિશે સિબ્બલે કોઈએ સાથ ના આપ્યો, ચિંતાઓ દૂર થઈ નથી

editor

अनुच्छेद 370 पर सरकार का कदम राष्ट्र की अखंडता की दिशा में एक ऐतिहासिक फैसला है : जेटली

aapnugujarat

ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે ટીમની જાહેરાત થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1