Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોંગ્રેસ હવે મીટુ મીટુ કરે છે : રાજસ્થાનના સીકર-હીંડોનમાં વડાપ્રધાન આક્રમક અંદાજમાં દેખાયા

લોકસભાની ચુંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં પહોંચ્યા હતા. મોટી રેલી સભાને પહોંચતા મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના હીંડોન અને સીકરમાં પ્રચંડ જનસભા યોજી હતી. સીકરમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે અહીંના લોકોનો તેઓ આભાર માને છે. કોંગ્રેસ પાર્ટી અહીંના લોકોના આભાર માટે પણ કોર્ટમાં જઈ શકે છે અને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે. મોદીએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા મીટુ મીટુ કરી રહી છે. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે દેશની જનતા સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના મુદ્દે અમારી સાથે આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ હવે કહી રહી છે કે તેમના ગાળા દરમિયાન છ વખત એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સીકરની જનસભામાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશની સુરક્ષા કરનાર સેનાનું અપમાન કરતી રહી છે. કોંગ્રેસના એક નેતાએ સેના પ્રમુખને ગલીના ગુંડા તરીકે કહીને અપમાન કર્યું હતું. વાયુ સેનાના અધ્યક્ષના નિવેદનને ખોટા ગણાવ્યા છે. અમારા જવાનો જ્યારે ત્રાસવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે ત્યારે આતંકવાદીઓની લાશો ક્યા છે તેવા પ્રશ્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આતંકવાદીઓ આવા પ્રશ્નો કરીને ત્રાસવાદીઓના દફન માટે ચાદર મોકલવા માંગે છે કે કેમ તેવા પ્રશ્નો દેશભક્તો ઉઠાવે છે. બાલાકોટમાં સેનાન એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં રડી રહ્યું હતું કે મોદીએ તેમના સ્થળો પર હુમલા કરી દીધા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી આ બાબત પણ સ્વીકારવા તૈયાર ન હતી. એર સ્ટ્રાઈકને લઈને દરેક પુરાવા પર આંખે પાટા બાંધી દીધા છે. કોંગ્રેસના વર્તન પર દેશના પ્રથમ ચાર તબક્કામાં જે રીતે મતદાન થયું છે તેનાની દેશની પ્રજાએ મહામિલાવટી લોકોને બોધપાઠ ભણાવી દીધો છે. ૨૯મી એપ્રિલના દિવસે રાજસ્થાનમાં મતદાન થયું ત્યારે પણ અહીંની પ્રજાએ કોંગ્રેસની હાલત કફોડી કરી દીધી છે. સર્જિકલ સ્ટ્રાઈકના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસના નામદારો પણ પોતાના રિમોટ કંટ્રોલ શરૂ કરી ચુક્યા છે અને એવા નિવેદન કરી રહ્યા છે કે તેમના દ્વારા પણ છ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તારીખો પણ કોઈક જગ્યાએથી શોધી લેવામાં આવી છે પરંતુ કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ એમજ થઈ જાય છે કારણ કે આ કાગળ ઉપર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે સેના કે પ્રજા કે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની માહિતી નથી. પહેલા અમારા દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પ્રશ્નો ઉઠાવાયા હતા અને જ્યારે સફળતા ન મળી ત્યારે હવે તેમના તરફથી પણ સર્જિકલ સ્ટ્રાઈક થયા હોવાના દાવા કરે છે પરંતુ જ્યારે કાગળ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હોય છે ત્યારે આંકડા કઈ પણ આપવામાં આવી શકે છે. યુપીએના એક નેતાએ પહેલા ત્રણ સર્જિકલ સ્ટ્રાઈકના આંકડા આપ્યા હતા. ચાર તબક્કાની ચુંટણી બાદ સંખ્યા વધીને છ થઈ ગઈ છે. ૨૩મી મેના દિવસે પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ કહેશે કે ૬૦૦ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી. કાગળ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી છે તો ખોટા લોકોને કોઈપણ નિવેદન કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા હીંડોનમાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેમના નેતૃત્વના લોકો મસૂદ અઝહરના મુદ્દે પણ રડી રહ્યા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરે છે ત્યારે કોંગ્રેસને તેમાં કાવતરા દેખાય છે. આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયો છે, તેમની કેબિનેટ દ્વારા લેવાયો નથી. આજે સમગ્ર દુનિયા ભારતના અવાજને સાંભળે છે. રાજસ્થાને મોજ કરવા માટે ૨૫ સીટો આપી ન હતી. કામ કરવા માટે લોકોએ તમામ સીટો આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાના મામલા ઉપર આજે આક્રમક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ૨૦૦૮માં જાન્યુઆરી મહિનામાં રામપુરમાં સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં જયપુરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં બેંગલોરમાં બ્લાસ્ટ કરાયા હતા. આગલા દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં બે આતંકવાદી ુહુમલા થયા હતા. ઓકટોબર મહિનમાં પૂર્વોત્તરના ત્રણ શહેરોમાં હુુમલા થયા હતા. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કરાયો હતો. સેંકડો લોકોના મોત થયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન હુમલાઓનો દોર જારી રહ્યો હતો. તે વખતે અને આજની સ્થિતિમાં શું ફરક છે તે સમજી શકાય છે. આજે આતંકવાદીઓ હુમલા કરવાની હિંમત કરી શકતા નથી. આ હુમલાઓ બંધ થઈ ચુક્યા છે. મોદીના કારણે નહીં બલ્કે સામાન્ય લોકો દ્વારા આપવામાં આવેલા મતના કારણે આ શક્યતા શક્ય બની છે. કોંગ્રેસ અને તેમની સરકાર વચ્ચે આ અંતર છે. હવે માતાઓ અને બહેનો કોઈપણ ભય વગર શોપિંગ કરી શકે છે. બાળકો સગા સંબંધીઓના ઘરે જઈ શકે છે. ભય વગર રમ રમી શકે છે. આઈપીએલની મેચો કોણ જોતા નથી પરંતુ બે વખત આઈપીએલનું આયોજન પણ ભારતની બહાર દુબઈમાં કરવામાં આવ્યું હતું. ૨૦૦૯ અને ૨૦૧૪ની ચુંટણીમાં સરકારે કહી દીધું હતું કે ચુંટણી છે જેથી આઈપીએલ થઈ શકશે નહીં. આ વખતે પણ ચુંટણી થઈ રહી છે. નવરાત્રિ, રામનવમી તમામની ઉજવણી થઈ છે. રમજાન મહિનાની પણ ઉજવણી થશે. આઈપીએલની મેચો પણ ચાલી રહી છે. અમે સુરક્ષા આપી રહ્યા છીએ. પરંતુ કોંગ્રેસની ડરપોક સરકાર આવું કરી શકી ન હતી. મોદી સરકાર ત્રાસવાદીઓને ગોળીનો જવાબ ગોળાથી આપવામાં માને છે.

Related posts

रैन्समवेयर वानाक्राई का तीसरा बडा शिकार भारत

aapnugujarat

स्वदेशी मानवरहित स्क्रैमजेट प्रदर्शन विमान का भारत ने किया पहला सफल परीक्षण

aapnugujarat

યોગીના આવાસ બહાર પિસ્તોલ સાથે એક જબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1