Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

મસૂદ અઝહર મામલે ચીન સાથે કોઈ જ ડીલ થઈ નથીઃ ભારત

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતાં પાકિસ્તાન સમગ્ર મામલાને નવો રંગ આપવા મથામણ કરી રહ્યો છે. પાકિસ્તાન કહી રહ્યું છે કે, પુલવામા સહિત બીજા હુમલાઓનો ઉલ્લેખ ન કરાતાં મસૂદ વિરુદ્ધ સહમતિ બની શકી છે. જો કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે, આ પાકિસ્તાનનો નવો પ્રોપેગેંડા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું કે, હવે પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ ન બચતાં તે અપ્રાસંગિક વાતો જણાવી રહ્યો છે. પાકિસ્તાને કહ્યું કે, પુલવામા હુમલા સહિત અન્ય હુમલાઓ સાથે મસૂદને જોડવાની કોશિશ અને અન્ય તમામ રાજનીતિક સંદર્ભોને પ્રસ્તાવમાંથી હટાવી લીધા બાદ જ સહમતિ બની હતી. જ્યારે મસૂદ અઝહર સામે અડિંગો જમાવીને બેસેલાં ચીન સાથે કોઈ ડીલ થઈ હોવાની વાતને તેઓએ નકારી કાઢી હતી.પ્રસ્તાવમાં પુલવામા એટેકનો ઉલ્લેખ ન હોવાનો પ્રશ્ન પુછતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારો ઉદ્દેશ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરવાનો હતો. અને આ પ્રક્રિયા ૨૦૦૯માં શરૂ થઈ હતી. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ મસૂદ પર પ્રતિબંધ લગાવવા પ્રયાસો કરાયા હતા. હકીકતમાં આ નિર્ણય કોઈ એક ઘટના પર આધારિત નથી, પણ સબૂતો પર આધારિત છે, કે જે ભારતે ૧૨૬૭ પ્રતિબંધ સમિતિના સભ્યોને ઉપલબ્ધ કરાવ્યા હતા.તેમણે કહ્યું કે, પ્રસ્તાવમાં સાફ લખ્યું છે કે, મસૂદ અઝહરને જૈશ-એ-મોહમ્મદની આતંકી ગતિવિધિઓ માટે ફંડ લાવવા, મદદ કરવા, તૈયારી કરવા અથવા હુમલાને અંજામ આપવા અને હથિયારોની આપૂર્તિ, વેચવા અથવા ટ્રાન્સફર કરવા માટે તેમજ હુમલા માટે ભરતી કરવા અને અન્ય પ્રકારની મદદ કરવા માટે ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરાયો છે.આ ઉપરાંત રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનની નજરે જોતાં તેની કૂટનીતિને મોટો ઝટકો લાગ્યો છે. હવે તેના પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. પાકિસ્તાન આ નિર્ણયનું ન તો સ્વાગત કરી શકે છે કે ન તો તેને વખોડી શકે છે. બંને વિકલ્પોથી દેશમાં તેની જ ટીકા થશે. એવામાં તે તેવી જ વસ્તુ જણાવશે, કે જે હકીકતમાં પ્રાસંગિક નથી. તેમણે એમ પણ કહ્યું કે, પ્રસ્તાવ આતંકીનો કોઈ બાયોડેટા નથી, કે જેમાં તેની તમામ આતંકી ઘટનાઓનો ઉલ્લેખ હોય.

Related posts

સેંસેક્સમાં ૨૯૫ અંકનો ઘટાડો

aapnugujarat

બિહારમાં મહાગઠબંધનને બચાવી લેવા હવે સોનિયા ગાંધી મેદાનમાં

aapnugujarat

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1