Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલ આતંક : દેશભરમાં ૧૦ વર્ષમાં ૧૧૫૦ જવાન શદીદ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બુધવારના દિવસે કરવામાં આવેલા નક્સલી હુમલામાં ૧૫ જવાન શહીદ થયા હતા. જ્યારે કેટલાક અન્ય જવાનો ઘાયલ થયા હતા. આ તમામ જવાનો મહારાષ્ટ્રના સી-૬૦ કમાન્ડો ટીમના હતા. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઇને દેશમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં હજુ સુધી ૧૫૦૦ સુરક્ષા કર્મી નક્સલવાદી વિરોધી અભિયાનમાં શહીદ થયા છે. જ્યારે ૧૩૦૦થી વધારે જવાનો ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળના નક્સલવાદીગ્રસ્ત વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પશ્ચિમ બંગાળના નક્સલવાડીમાંથી આની શરૂઆત થયા બાદ દેશના ૧૧ રાજ્યોના ૯૦ જિલ્લામાં હિંસા ફેલાઇ ચુકી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસના કારણે છેલ્લા સાત વર્ષના ગાળામાં દેશભરમાં જવાનોના મોતના આંકડામાં ઘટાડો થયો છે. જો કે હજુ પણ દાંતેવાડા અને ગઢચિરોલી એવી બે જગ્યાએ જે નક્સલવાદી હુમલા થયા છે ત્યાં સરકાર સંકલ્પ લઇ ચુકી છે કે વર્ષ ૨૦૨૩ સુધી ભારતમાંથી નક્સલવાદીઓનો ખાતમો કરવામાં આવનાર છે. દેશના ૧૧ રાજ્યો છત્તિસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં ૯૦ જિલ્લામાં નક્સલવાદીઓના રેડ કોરિડોર નેટવર્ક છે. આ જિલ્લામાં આ પહેલા પણ નક્સલવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. નક્સલવાદીઓ અનેક વખત રક્તપાત કરીને સરકારની મુશ્કેલી વધારતા રહ્યા છે. છઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડા જિલ્લાના ચિંતલનાર વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓએ ૭૫ જવાનો સહિત ૭૬ લોકોની હત્યા કરી હતી. ચોથી એપ્રિલ ૨૦૧૦માં ઓરિસ્સાના કોરાપુટમાં પોલીસે એ બસ પર હુમલો કર્યો હતો જેમાં ૧૦ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓ દ્વારા અનેક હુમલાઓ સતત કરવામાં આવ્યા છે. કેટલાક મોટા હુમલાઓને પણ અંજામ આપ્યા છે. ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સીઆરપીએફની ૨૧૨મી બટાલિયન ઉપર હુમલો કર્યો હતો જેમાં નવ જવાન શહીદ થયા હતા. મે૨૦૧૮માં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના સાત જવાન શહીદ થયા હતા. જૂન ૨૦૧૮માં ઝારખંડના જુગઆર પોસ્ટમાં છ જવાન શહીદ થયા હતા. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે વિશાખાપટ્ટનમમાં હુમલો કરાયો હતો.

Related posts

દિલ્હીમાં ૩ મે સુધી તાળાબંધી

editor

જમ્મુ-કાશ્મીર : ૩ વર્ષમાં ૬૩૦ આતંકીઓ ઠાર

editor

ભાજપે રાજ્યસભામાં પિયૂષ ગોયલને સદનના નેતા બનાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1