Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવતા ૭૩,૦૦૦ વ્યંઢળોની ધરપકડ

છેલ્લાં ચાર વર્ષમાં ટ્રેનમાં ફરીને રેલવે પ્રવાસીઓની પાસેથી પૈસા વસૂલતા ૭૩,૦૦૦થી વધુ વ્યંઢળોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંના ૨૦,૦૦૦ની તો છેલ્લાં એક વર્ષમાં ધરપકડ કરવામાં આવી છે, એમ એક આરટીઆઇ તપાસમાં રેલવે પાસેથી જાણવા મળ્યું છે.
આ આંકડા મહત્ત્વના છે કારણ કે રેલવેને પ્રવાસીઓ તરફથી વ્યંઢળો તરફથી કરવામાં આવતી પરેશાનીની ઘણી ફરિયાદ મળી છે. તેઓ પ્રવાસીઓને ગાળો આપે છેે, તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે અને જ્યારે તેઓ પૈસા આપવાની ના પાડે ત્યારે તેમની સાથે હાથાપાઇ પણ કરે છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) નિયમિતપણે આવા બનાવોને રોકવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરે છે. આરટીઆઇના સવાલના જવાબમાં રેલવે વિભાગે જણાવ્યું હતું કે કુલ ૭૩,૮૩૭ વ્યંઢળની આ વર્ષના જાન્યુઆરી મહિના સુધીમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી ૧૩,૫૪૬ની ૨૦૧૫માં, ૧૯,૮૦૦ની ૨૦૧૬માં, ૧૮,૫૨૬ની ૨૦૧૭માં અને ૨૦,૫૬૬ની ૨૦૧૮માં ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ૧,૩૯૯ વ્યંઢળની ધરપકડ કરવામાં આવી હતી.
રેલવે અંગે નીતિ એ રાજ્યનો વિષય છે. રેલવેમાં તથા ચાલુ ટ્રેનમાં ગુના થતા રોકવા , કેસની નોંધણી અને તપાસ કરવી, કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખવું એ રાજ્ય સરકારનો વિષય છે, જેનો તેઓ ગવર્નમેન્ટ રેલવે પોલીસ થકી ઉકેલ લાવે છે, એમ રેલવેએ જણાવ્યું હતું.

Related posts

અમિત શાહ અને યોગી આદિત્યનાથે બીજેપી વર્કરના ઘરે ભોજન લીધું

aapnugujarat

કેન્દ્ર સરકારના સિંગલ પેરન્ટ પુરૂષ કર્મચારી માટે ખુશખબર

aapnugujarat

કિંગફિશર એરલાઇન્સ મુદ્દે પીયુષ ગોયલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1