Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિળનાડુ- પુડ્ડુચેરીમાં ભારે વરસાદ-તોફાનનુ ફરી સંકટ

દેશભરમાં હવામાનના જુદા જુદા રૂપ જોવા મળી રહ્યા છે. એકબાજુ કાશ્મીરમાં વરસાદ થયો છે જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાતિલ ગરમી પડી રહ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ધુળ ભરેલ આંધી ચાલી શકે છે. બીજા બાજુ તમિળનાડુમાં પ્રચંડ ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે. તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે. આગામી દિવસોમાં બંનેન રાજ્યોમાં ભારે વરસાદની સાથે સાથે વાવાઝોડાનો ખતરો છે. પશ્ચિમોત્તર ભારતના પશ્ચિમી રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ગરમ હવાની સાથે સાથે કેટલાક ભાગોમાં લોકોની હાલત કફોડી બનેલી છે. પારો ખુબ ઉંચે પહોંચી ગયો છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે આ વિસ્તારોમાં લુની સાથે સાથે ધુળ ભરેલી આંધી ચાલશે. ઉત્તરીય રાજ્યોમાં સતત તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ચેન્નાઇ હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે બંગાળના અખાતમાં દક્ષિણ પશ્ચિમમાં એક હળવા દબાણની સ્થિતી સર્જાઇ રહી છે. જેના કારણે ચક્રવાતની સ્થિતી સર્જાઇ શકે છે. આ ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવના છે. આની તીવ્રતા સતત ૨૭મી એપ્રિલના દિવસ સુધી વધનાર છે. આ કારણસર તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં દરિયા કાઠાના વિસ્તારોમાં ૨૯મી એપ્રિલ સુધી ભારે વરસાદ થઇ શકે છે. આ તોફાનની અસર મુખ્ય રીતે ૨૯મી એપ્રિલ અને ૩૦મી એપ્રિલ સુધી મધ્ય અને બંગાળના પૂર્વીય અખાત ક્ષેત્રમાં જોવા મળી શકે છે. પહેલી મેના દિવસે આ તોફાનની અસર મ્યાનમાર અને બાંગલાદેશમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી આપી દીધી છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી સ્થિતી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ મહિનાના અંત સુધીમાં તાપમાનમાં વધુ વધારો થઇ શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કાતિલ અને કાળઝાળ ગરમીની સ્થિતી વચ્ચે લોકોને હાલમાં પરેશાની રહેશે. સમગ્ર રાજસ્થાનમાં લુ ચાલી રહી છે. લુના કારણે પશ્ચિમી મધ્યપ્રદેશ પણ પ્રભાવિત રહી શકે છે. હરિયાણા, છત્તિસગઢ, દિલ્હી અને પશ્ચિમી રાજસ્થાનમાં ધુળ ભરેલી આંધી ચાલી શકે છે. તમિળનાડુ અન પુડ્ડુચેરીમાં ચક્રવાતન ચેતવણી જારી કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે ૧૭મી એપ્રિલના દિવસે દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ, પ્રચંડ વાવાઝોડા અને આંધી તોફાનના કારણે ૬૬ લોકોના મોત થઇ ગયા હતા. સૌથી વધારે રાજસ્થાનમાં ૨૫થી વધારે લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશમાં ૨૧ અને ગુજરાતમાં ૧૦ તેમજ મહારાષ્ટ્‌માં ત્રણ લોકોના મોત થયા હતા. હવે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે જેથી ફરી ખતરો દેખાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જોરદાર પવન ફુંકાવવાની સાથે સાથે વરસાદ પડી શકે છે. જોરદાર પવનની સાથે વરસાદની શક્યતા છે. વરસાદ, વાવાઝોડા અને તોફાનના કારણે પાકને ભારે નુકસાન થયુ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેમજ છત્તિસગઢમાં જોરદાર આંધીનો ખતરો રહેલો છે. જ્યારે તમિળનાડુમાં ચક્રવાતનો ખતરો તોળાઇ રહ્યો છે. આગામી દિવસોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશ.

Related posts

કર્ણાટકમાં ભયાનક અકસ્માત : ૯ મજૂરોના મોત

aapnugujarat

५० स्ट्रेस्ड लोन अकाउंट्‌स पर सरकार, आरबीआई की नजर

aapnugujarat

મોબાઈલ નંબરને આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1