Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકમાં ભયાનક અકસ્માત : ૯ મજૂરોના મોત

કર્ણાટકથી ગુરુવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક જીપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં નવ મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય ૧૩ મજૂરો ઘાયલ થયા હતા. આ અકસ્માત તુમકુર જિલ્લામાં નેશનલ હાઈવે પર સેરા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતાહતા.તેઓ બેંગ્લોર તરફ જઈ રહ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને રાહતકર્મીઓઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જીઁ રાહુલ કુમાર શાહપુરવાડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મજૂરોથી ભરેલા ટેમ્પો ટ્રેક જીપ ટ્રક સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. સૂત્રોએજણાવ્યું કે, જીપમાં ૨૪ લોકો સવાર હતા. આમાંના ઘણા બાળકો હતા. કર્ણાટકના ગૃહમંત્રી અને તુમકુ જિલ્લાના પ્રભારી મંત્રી અરગાજ્ઞાનેન્દ્રએ જણાવ્યું કે, તેમણે જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વાત કરી છે. પીડિતોને તાત્કાલિક મદદ અને ઘાયલોનેયોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના આશ્રિતોને બે લાખરૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેવી જ રીતે ઘાયલોને ૫૦-૫૦ હજારની સહાય આપવામાં આવશે.

Related posts

ભારત અને માલી વચ્ચે પ્રમાણીકરણ અને સુસંગતતા આકારણી માટે થયેલા એમઓયુને મંજૂરી

aapnugujarat

૨૧ ઓક્ટોબરથી ફરી શરૂ થશે રામ મંદિર આંદોલન : તોગડિયા

aapnugujarat

अयोध्या : सिर्फ हमसे किए जा रहे सवाल : मुस्लिम पक्षकारों का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1