Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુએઇનાં શેખે મહંત સ્વામી મહારાજને શાહી મસ્જિદની મુલાકાત કરાવી

૨૧ એપ્રિલનાં રોજ યુએઇનાં કેબિનેટ મંત્રી તથા મિનિસ્ટ્રી ઓફ ટોલરન્સનાં પ્રધાન તેવા શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને તેમના દ્વારા યોજાયેલી શાહી મજલિસમાં પરમ મહંત સ્વામી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, જેમાં તેમણે આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સમાવેશકતા પર ભાર મુક્યો હતો.
અબુ ધાબી મંદિરની સંકલ્પના અને નિર્માણમાં મુખ્ય જવાબદારી નિભાવી રહેલા બ્રહ્મવિહારી સ્વામીએ આ બંને ધાર્મિક સ્થળો દ્વારા સ્ફુરિત થતી પ્રેમ અને હૂંફ ની ભાવનાને ઉજાગર કરી હતી.
મહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા આ મંદિર માટે દર્શાવેલી ઉદારતાની લાગણી પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ મુલાકાતનાં અંતે પરમ પૂજ્ય મહંત મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન ને તેમના દ્વારા ભારતીય સમુદાય પ્રત્યે દર્શાવવામાં આવેલી પ્રેમ અને આ સારપ ના પ્રતીક રૂપે અમૃત કળશ અર્પણ કર્યો હતો.
શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ૫૦ સંતો ને વ્યક્તિગત રીતે આવકાર્યા હતા.આ મુલાકાત બાદ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને પોતે વાહન ચલાવીને મહંત સ્વામી મહારાજનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક માં સ્વાગત કર્યું.
આ મસ્જિદનાં દ્વાર પર આ મસ્જિદ ના ડિરેક્ટર જનરલ એવા ડૉ યુસિફ અલોબાઈડલી એ મહંત સ્વામી મહારાજને આવકાર્યા. આ બંનેએ મહંત સ્વામી મહારાજ અને સંતો ને મસ્જિદના વિવિધ અનેકવિધ પાસાઓથી માહિતગાર કર્યા. કિબ્લા દિવાલ પર કુફિક લિપિ માં કોતરાયેલ અલ્લાહનાં ૯૯ નામોં પર મહંત સ્વામી મહારાજ એ પ્રાર્થના વ્યક્ત કરી હતી.જયારે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન અને મહંત સ્વામી મહારાજ મસ્જિદનાં બાહરનાં પ્રાંગણમાં પધાર્યા ત્યારે સૌ ભક્તો, શુભેચ્છકો અને મુલાકાતીઓ એ પોતાનો આદર દર્શાવ્યો હતો.

Related posts

યુક્રેનમાંથી પરત આવી રહેલા 16 હજાર મેડિકલ ના વિદ્યાર્થીઓનું આગામી સમયમાં શું થશે?

editor

ચીને તાનાશાહ કિમ જોંગ ઉનને વેક્સિન આપી હોવાનો અમેરિકાનો દાવો

editor

યુક્રેન પર સપ્તાહમાં બીજી વાર રશિયાનો મિસાઈલોથી હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1