Aapnu Gujarat
મનોરંજન

કંગનાએ ‘પાની’ ફાઉન્ડેશનને લાખ રુપિયા આપ્યા

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોના કલ્યાણ માટે સ્થાપેલા પાની ફાઉન્ડેશનને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના રનૌતે એક લાખ રુપિયા દાનમાં આપ્યા હતા.
પાંચેક વર્ષ પહેલાં આમિર ખાને પોતાના હિટ ટીવી ચેટ શો સત્યમેવ જયતેમાં મહારાષ્ટ્રમાં આત્મ હત્યા કરતા દેવાદાર ખેડૂતો વિશેનો એપિસોડ કર્યો ત્યારે એણે મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણીની અછતનાં કારણોનો અભ્યાસ કરીને પાણી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણા બચાવવાના અને પાણી સુરક્ષિત રીતે સંઘરવાના કાર્યોમાં સ્થાનિક લોકોને મદદ કરે છે અને આ ક્ષેત્રે સારું કામ કરનારા તાલુકા કે ગામને ઇનામ રૂપે રોટેટિંગ વૉટર કપ આપવામાં આવે છે.
આ વરસે કંગના રનૌતે એક લાખ રૂપિયા દાનમાં આપીને ખાતું ખોલાવ્યું હતું. ઉનાળો શરૂ થવામાં છે અને આમિર ખાનનું આ પાણી ફાઉન્ડેશન પાણીની ટંચાઇવાળા વિસ્તારોમાં ફરીને ત્યાં જળ સંવર્ધનનાં કાર્યો હાથ ધરશે.

Related posts

સ્વીમ સ્યૂટ પહેરેલી રાખી સાવંત પર ટ્રોલરોએ કરી અશ્લીલ કોમેન્ટ

aapnugujarat

હર્ષવર્ધન ભાવેશ જોશીની મોટી ભૂમિકા અદા કરશે

aapnugujarat

मेरी 3 फिल्में रिलीज के लिए तैयार हैं : सलमान

editor

Leave a Comment

UA-96247877-1