Aapnu Gujarat
મનોરંજન

‘તેરે નામ’ની સિક્વલ બનશે

વર્ષ ૨૦૦૩માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ’તેરે નામ’ની ૧૬ વર્ષ બાદ સિક્વલ બનશે. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા સ્ટારર ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર સતીશ કૌશિકે સિક્વલની વાત કન્ફર્મ કરી હતી. ડિરેક્ટર સતીશે અંગ્રેજી મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, હું ’તેરે નામ-૨’ ફિલ્મ બનાવવાનો છું. આ ફિલ્મમાં લવ સ્ટોરી હશે.અત્યાર માટે હું આટલી જ માહિતી તમને આપી શકું તેમ છું.મીડિયાના અહેવાલ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર ભારતમાં થશે. જો કે, ’તેરે નામ’ની સિક્વલમાં પણ સલમાન ખાન જ લીડ રોલ પ્લે કરશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સતીશ અને સલમાન વચ્ચે ઘણો સારો બોન્ડ છે. હાલમાં જ તે બંનેએ ’ભારત’ ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું.

Related posts

તોરલ રાસપુત્રાનાં લગ્નજીવનમાં ભંગાણ

aapnugujarat

ઝરીન પાસે કોઈ ફિલ્મ નથી

aapnugujarat

डायना पेंटी ने फैशन शो के डिजिटलाइजेशन पर की बात

editor

Leave a Comment

UA-96247877-1