Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈપીએલ : આવતીકાલે પંજાબ અને દિલ્હી વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચ રમાનાર છે. આઈપીએલની મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. દિલ્હી ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન અગાઉની મેચોમાં ધરખમ દેખાવ કરી ચુક છે. જો કે છેલ્લી કેટલીક મેચોમાં અપેક્ષા મુજબનો દેખાવ રહ્યો નથી. ક્રિસ ગેઇલ હાલમાં જોરદાર ફોર્મમાં હોવાથી તમામની નજર તેના ઉપર જ કેન્દ્રિત રહેશે. રાહુલ ઉપરાંત અશ્વિન, સરફરાઝ ખાન ઉપર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ દિલ્હી કેપિટલ ઉપર જીત મેળવવા માટે આશાવાદી છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલની ટીમ હાલમાં ત્રીજા સ્થાન પર છે. દિલ્હીએ નવ મેચો રમી છે જે પૈકી પાંચમાં તેની જીત થઇ છે અને પાંચમાં હાર થઇ છે. આવી જ રીતે પંજાબની ટીમની નવમાંથી પાંચમાં જીત થઇ છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. મેચનુ રાત્રે આઠ વાગ્યાથી શનિવારે પ્રસારણ થશે .

Related posts

આરુષિ કેસ : તલવારને નિર્દોષ છોડવા સામે અપીલ

aapnugujarat

GST will unify the country’s economy: PM Narendra Modi

aapnugujarat

आईपीएल 2021 ऑक्शन : खिलाड़ियों की फाइनल लिस्ट से बाहर हुए श्रीसंत

editor

Leave a Comment

UA-96247877-1