Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાયબરેલીમાંથી સોનિયા ગાંધીએ કરેલી ઉમેદવારી

યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા સીટથી આજે પાંચમી વખત ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ સોનિયા ગાંધી નરેન્દ્ર મોદીને ચેતવણી આપતા કહ્યું હતું કે, ૨૦૦૪ને ભુલવાની જરૂર નથી. તેમણે કહ્યું હતુ કે, વાજપેયી પણ અજય હતા પરંતુ અમે જીત ગયા હતા. વર્ષ ૨૦૦૪માં તમામ રાજકીય પંડિતોના દાવા ખોટા પુરવાર થયા હતા અને કોંગ્રેસે જીત મેળવી હતી. વાજપેયી સરકારનું પતન થયું હતું. સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધીએ મિડિયા સાથે વાતચીતમાં ફરી એકવાર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતીય ઇતિહાસમાં એવા ઘણા એવા લોકો છે જે એમ માને છે કે, તેઓ અપરાજિત અને ભારતના લોકોથી મોટા છે. મોદીએ પાંચ વર્ષમાં ભારતના લોકો માટે કંઇપણ કર્યું નથી. અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ કઇરીતે આપવામાં આવ્યો છે તે અંગે જવાબ આપવા પડકાર ફેંકવામાં આવ્યો હતો. સોનિયા ગાંધી રાયબરેલી સીટમાંથી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે. ઉમેદવારીપત્ર દાખલ કરતા પહેલા સોનિયા ગાંધીએ હવન અને રોડશોનું આયોજન કર્યું હતું. આ ગાળા દરમિયાન તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા પણ રહ્યા હતા. રોબર્ટ વાઢેરા, રેહાન અને મિરાયા વાઢેરા પણ હાજર રહ્યા હતા.
રાયબરેલી સીટ ગાંધી પરિવારના મજબૂત ગઢ તરીકે રહી છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કર્મભૂમિ તરીકે આને ગણવામાં આવે છે. નામાંકન દાખલ કરતા પહેલા સોનિયા ગાંધીએ ગાંધી પરિવારના ગુરુ ગયાપ્રસાદ શુક્લા પાસે પહોંચ્યા હતા અને લાભ મુહુર્તમાં હવનનું આયોજન કર્યું હતું. આ પરંપરા ૧૯૬૭થી ચાલી રહી છે. ઇન્દિરા ગાંધીએ પણ લોકસભા ચૂંટણી પહેલા નામાંકન પહેલા ગુરુપ્રસાદ શુક્લાના આશીર્વાદ લેતા હતા ત્યારબાદથી આ પરંપાર ચાલી રહી છે. ગાંધી પરિવાર પૂજાપાઠ કરીને નામાંકન માટે કહેવામાં આવે છે. ખરાબ આરોગ્યના પરિણામ સ્વરુપે સોનિયા ગાંધીએ ખુલ્લી ટ્રકના બદલે ગાડીમાં રોડ શો યોજ્યો હતો ત્યારબાદ બહાર નિકળીને કાર્યકરોનો આભાર માન્યો હતો. રોડ શો દરમિયાન કોંગ્રેસ સમર્થકો ઉમટી પડ્યા હતા. લોકો હાથમાં કોંગ્રેસનો ધ્વજ લઇને નજરે પડ્યા હતા. ન્યાય યોજના પ્રચારની ટીશર્ટ અને રાફેલ માટે કાળા ધ્વજ લઇને નિકળ્યા હતા. આશરે ૭૦૦ મિટરના રસ્તા પર રોડ શો યોજીને સોનિયા ગાંધી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારી દાખલ કરી હતી. રાયબરેલી લોકસભા સીટ પર મતદાનના પાંચમાં તબક્કામાં છઠ્ઠી મેના દિવસે મતદાન થશે. સોનિયા ગાંધીનો મુકાબલો આ સીટ ઉપર દિનેશ પ્રતાપસિંહ સાથે થશે જે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.

Related posts

देश में गर्मी और लू का कहर जारी, अबतक 30 लोगो की मौत, 45 पर पंहुचा पारा

aapnugujarat

लोकसभा चुनावों में गुजरात में बीजेपी के लिए क्लीन स्वीप दिख रहा मुश्किल

aapnugujarat

‘पेट्रोल-डीजल की बढ़ती कीमतों से जनता परेशान…राहत दो’ : सोनिया

editor

Leave a Comment

UA-96247877-1