Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય સેનામાં સ્વદેશી ‘ઘનુષ’ તોપનો સમાવેશ

દેશમાં બનેલી ધનુષ તોપ સોમવારે સેનામાં સમાવિષ્ટ કરવામાં આવી. આ સાથે જ ભારતીય સેનાની દેસી બોફોર્સ મળી ચુકી છે. દેસી બોફોર્સ તરીકે પ્રસિદ્ધ બહુપ્રતિક્ષિત ધનુષ ૧૫૫/૪૫ કેલિબર ગન પ્રણાલી સેનાની મારક ક્ષમતામાં વધારો કરી દેશે. ધનુષ બંદુક પ્રણાલી ૧૯૮૦માં પ્રાપ્ત બોફોર્સ પર આધારિત છે અને કથિત ભ્રષ્ટાચારના કારણે તેની ખરીદીમાં વિવાદ થયો હતો.
કે-૯ વજ્ર અને એમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ બાદ ધનુષ સેનામાં સમાવિષ્ટ થયાનાં એક અંતરાલ બાદ મોદી સરકાર અંતર્ગત તોપખાનામાં હથિયારોનો સમાવેશ કરવાની પ્રવૃતીને ઉત્તેજન મળ્યું છે.
કે-૯ વજ્ર એક ઓટોમેટિક દક્ષિણ કોરિયન હોવિત્ઝર અને એમ-૭૭૭ અમેરિકા પાસેથી ખરીદેલી અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ છે.
ઘનુષને બોફોર્સની ટેક્નોલોજીનાં આધારે જબલપુર ખાતેની ગન ફેક્ટ્રીમાં ઓર્ડિનન્સ ફેક્ટ્રી દ્વારા ડિઝાન કરવામાં આવી અને વિકસિત કરવામાં આવી છે. સેનામાં સ્વદેશી બંદુક ઉત્પાદન યોજનાને સક્રિય રીતે સમર્થન કર્યું છે અને ૧૧૦થી વધારે ધનુષ તોપોનો ઓર્ડર આપ્યો છે. ધનુષ સેનામાં પ્રવેશને એક મહત્વપુર્ણ પાયાનો પત્થર માનવામાં આવી રહ્યો છે કારણ કે તે ભારતમાં નિર્મિત થનારી લાંબી રેંજની પહેલી તોપ છે. ધનુષ સોંપનારા સમારંભનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું.
ગન કેરિજ ફેક્ટ્રીમાં છ બંદુક પ્રણાલીઓને રજુ કરવામાં આવી. ધનુષ તોપનાં બૈરલનું વજન ૨૬૯૨ કિલો છે અને તેની લંબાઇ આઠ મીટર છે. ધનુષ તોપની મારક ક્ષમતા ૪૨-૪૫ કિલોમીટર સુધીની છે. તેના કારણે ભારતીય સેનામાં સમાવેશ થવા અંગે સીમા પર દુશ્મનોને મુંહતોડ જવાબ મળશે.
ઘનુષ તોપ સતત બે કલાક સુધી ફાયર કરવામાં સક્ષમ છે અને પ્રતિ મિનિટ બે ફાયર કરે છે. તેમાં ૪૬.૫ કિલોનો ગોળો પ્રયોગ કરવામાં આવી શકે છે.

Related posts

बिहार में 3 नक्सली ढेर

aapnugujarat

રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ, ૧૧.૨૭ લાખ કર્મીને લાભ

aapnugujarat

Deepest Tribute To Chhatrapati Shivaji Maharaj…

editor

Leave a Comment

UA-96247877-1