Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં આઈટી વિભાગનાં દરોડા બીજા દિવસે પણ જારી મુખ્યમંત્રી કમલનાથની નજીકનાં લોકો સામે ચકાસણી

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકોની સામે આજે સતત બીજા દિવસે પણ આક્રમક કાર્યવાહીનો દોર જારી રહ્યો હતો. આવકવેરા વિભાગની ટીમ ૩૦ કલાકથી પણ વધુ સમયથી તપાસ કરી રહી છે.
બીજા દિવસે પણ આઇટી વિભાગની કાર્યવાહી જારી રહેતા ખળભળાટ મચી ગયો હતો. મુખ્યપ્રધાનના નજીકના લોકો ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. દરોડાની કાર્યવાહીથી મધ્યપ્રદેશમાં રાજકીય ગરમી વધી ગઇ છે. કમલનાથે કહ્યુ છે કે સામાન્ય ચૂંટણી દરમિયાન આ પ્રકારની દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોના ધ્યાનને અન્યત્ર વાળવા માટે આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે પાટનગર ભોપાલમાં આઇટી વભાગની ટીમે મુખ્યપ્રધાનના ઓએસડી પ્રવીણ કક્કડના એસોસિએટ અશ્વિન શર્માના આવાસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ પહેલા રવિવારના દિવસે ભોપાલમાં અંસલ એપાર્ટમેન્ટ ના તેમના બે આવાસ પર પ્લેટિનમ પ્લાજામાં એક ફ્લેટ પર તપાસ હાથ ધરી હતી. રોકડ રકમ અને જંગી સંપત્તિ મળવાનો અને કબજો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઇ છે. મધ્યપ્રદેશ પોલીસે કેન્દ્રિય દળ પર સામાન્ય લોકોને પરેશાન કરવાનો લોકો પર આક્ષેપ કર્યો છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે રવિવારના દિવસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કર, સલાહકાર રહી ચુકેલા રાજેન્દ્રકુમાર અને ભાપોલના પ્રતિક જોશી તેમજ અશ્વિન શર્માના આવાસ ઉપર આવકવેરા વિભાગે વહેલી પરોઢે વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીમાંથી આવેલા ૧૫થી વધારે આવકવેરા અધિકારીઓએ કક્કડના ઇન્દોર સ્થિત આવાસમાં તપાસ કરી હતી. ભોપાલમાં કમલનાથના કેટલાક નજીકના લોકોના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝા અને નરેન્દ્ર સલુજાને ત્યાં પણ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. આ દરોડા હવાલા મારફતે નાણાંની લેવડદેવડના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સહિત ૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં પ્રથમ દિવસે જ નવ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં કલમનાથના ભત્રીજા રાતુલ પુરી, અમીરા અને મોજરબિયર કંપની પણ સામેલ છે. આવકવેરા વિભાગની ટીમે ઇન્દોરમાં મુખ્યમંત્રી કમલનાથના ઓએસડી પ્રવિણ કક્કડના આવાસ પર દરોડા પાડ્યા હતા. પ્રથમ દિવસે વહેલી પરોઢે ત્રણ વાગે દિલ્હીથી આવેલા ૧૫થી વધુ અધિકારીઓની ટીમે સ્કીમ નંબર ૭૪ સ્થિત આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત વિજયનગર સ્થિત શો રુમ, બીએમસી હાઈટ્‌સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશીપ, જલસા ગાર્ડન, ભોપાલ સ્થિત આવાસ શ્યામલા હિલ, પ્લેટિનમ પ્લાઝા સહિત અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. સર્વિસ દરમિયાન અનેક પ્રકારની તપાસ ચાલી રહી હતી. દરોડા દરમિયાન ઘરમાંથી નવ કરોડ રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં આવી ચુકી છે.દિલ્હીની ટીમે પ્રદેશ પોલીસની મદદની જગ્યાએ પ્રથમ વખત સીઆરપીએફ ટીમનો ઉપયોગ કર્યો હતો. સીઆરપીએફની ટીમમને છ ગાડીઓ સાથે દિલ્હીથી લઇને પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ દિલ્હીથી ચોથી એપ્રિલના દિવસે ભોપાલ માટે રવાના થઇ હતી. દરોડા પાડવા માટે રજા ઉપર પહોંચેલા મહિલા કર્મીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન રાજ્ય પોલીસ અને સીઆરપીએફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાની માહિતી પણ મળી છે.

Related posts

अमरनाथ यात्रा : 13,835 शिवभक्तों ने बाबा बर्फानी के दर्शन किए

aapnugujarat

ટુજી કેસ : કાનીમોઝી સાથે રાહુલ-મનમોહનની મંત્રણા

aapnugujarat

Firing on LoC by Pak, 1 Indian soldier martyred

aapnugujarat

Leave a Comment

UA-96247877-1