Aapnu Gujarat
બિઝનેસ

ગુગલ બંધ કરી રહ્યું છે વધુ એક સર્વિસ, માત્ર આ દિવસ સુધી કરી શકશો ઉપયોગ

ગુગલ પ્લસ અને ઇનબોક્સ બાય જીમેલ બંધ કર્યા પછી, ગૂગલે અન્ય એક સેવાને શટડાઉન કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગૂગલ પ્લે આર્ટિસ્ટ્‌સ હબ ૩૦ મી એપ્રિલે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ગૂગલને ગૂગલ પ્લે આર્ટિસ્ટ્‌સ હબને ૨૦૧૨માં લોન્ચ કર્યુ હતુ. અહેવાલ અનુસાર, ૩૦ એપ્રિલ પછી નવા યૂઝર્સો આના પર સાઇન ઇન કરી શકશે નહીં અને હાલના સભ્યો વીડિયોઝ અપલોડ અથવા એડિટ કરી શકશે નહીં. એવું કહેવામાં આવ્યું છે કે જે પણ કલાકારો હાજર છે તેમને અંતિમ અહેવાલ અને ચુકવણી માટે ૩૧ મે સુધી સમય આપવામાં આવશે અને તેને ૧ જુલાઇએ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવશે.એવું કહેવામાં આવે છે કે આ સેવાને બંધ કરવાનું કારણ ગૂગલની નવીનતમ મ્યૂઝિક સર્વિસ યુટ્યુબ મ્યુઝિક હોઇ શકે છે, જે કંપની વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં જ તેના ગૂગલ પ્લે મ્યુઝિકને તેના યટ્યુબ પ્લે મ્યુઝિકમાં બદલશે.તાજેતરમાં જ ગૂગલે ગુગલ પ્લસ ને બંધ કરી દીધું છે. હકીકતમાં કંપનીએ ગુગલ પ્લસ બંધ કરવાનો નિર્ણય ૫૦ કરોડથી વધુ યૂઝર્સોના ડેટાની સુરક્ષાને લઇને કર્યો હતો. ગૂગલ હાલમાં જ તેની ચેટ એપમાં ઓલો અને ઇનબોક્સ બાય જીમેલ પણ બંધ કરી દીધુ છે.

Related posts

પેટ્રેલ-ડીઝલ ભરાવવા માટે હવે કેશ રાખવાની જરૂર નહીં

aapnugujarat

जून तिमाही में टैक्सपेयर्स की संख्या में ४० फीसदी इजाफा

aapnugujarat

રૂપિયા ૫૦૦ની નવી નોટોમાં ઇન્સેટમાં એ લખવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1