Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એચ૧-બી વિઝા માટે ૫ દિવસમાં પર્યાપ્ત એપ્લિકેશન મળી ગઇ

અમેરિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોને એચ૧-બી વિઝા આપવાની સંખ્યા ૬૫,૦૦૦ સુધી સીમિત કરી દીધી છે. મહત્વનું છે કે, ફેડરલ એજન્સીને નાણાંકીય ૨૦૨૦ માટે ગત ૧ એપ્રિલથી વિઝા એપ્લિકેશન મળવાની શરૂઆત થઇ ગઇ હતી. જેમાં શરૂઆતના ૫ જ દિવસમાં સીમિત કરવામાં આવેલી પર્યાપ્ત એપ્લિકેશનો મળી ગઈ છે.એચ૧-બી એક નોન-ઇમિગ્રન્ટ્‌સ વિઝા છે જે અમેરિકન કંપનીઓના વિદેશી કર્મચારીઓને ખાસ કરીને ટેક્નિક્લ નિષ્ણાતોને નોકરી આપવાની મંજૂરી આપે છે. આઇટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર નિર્ભર રહે છે.આ વિઝાની એપ્લિકેશનને મંજૂરી આપતી ફેડરલ એજન્સી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસએ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે કોંગ્રેસ દ્વારા એચ૧-બી વિઝા માટે સીમિત કરવામાં આવેલી ૬૫,૦૦૦ની સંખ્યા માટે પર્યાપ્ત એપ્લિકેશન મળી ગઇ છે. નાણાકીય વર્ષ ૧ ઓક્ટોબર ૨૦૧૯થી શરૂ થશે. જોકે, ફેડરલ એજન્સીને ૫ દિવસમાં કુલ કેટલી એપ્લિકેશનો મળી છે,તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી.તો બીજી તરફ અમેરિકામાં ઘુસવાની કોશિશિ કરનારા ભારતીયોની ધરપકડમાં ઘટાડો નોંધાયો છે. કેલિફોર્નિયામાં અમેરિકા અને મેક્સિકો સરહદ પર દિવાલ બનવાને કારણે આ ધરપકડમાં ૫૬ ટકાનો ઘટાડો થયો છે.

Related posts

શાહિદ અબ્બાસી પાકિસ્તાનના ૧૮માં વડાપ્રધાન તરીકે નિયુક્ત

aapnugujarat

અમેરિકાના H-1B સહિતના વિઝા માટે આજથી પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો

aapnugujarat

સેક્સ વર્કર સાથે સંબંધ બાંધતા સમયે કોન્ડોમ કાઢી નાખ્યો, યુવકને થઈ ૧૨ વર્ષની જેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1