Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુરક્ષા મામલે ભારતીય રેલવેનું ૪૦ વર્ષનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન

ભારતીય રેલવેએ સુરક્ષાના સ્તરે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રેલવે એ વર્ષ ૨૦૧૮ ૨૦૧૯માં માર્ચ સુધીમાં સૌથી ઓછી દુર્ઘટના સાથે છેલ્લા ૪૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ ૧૯૮૦ ૮૧માં ૧૧૩૦ જેટલી દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જે ઘટીને વર્ષ ૨૦૧૮ ૧૯માં માત્ર ૫૯ જેટલી નોંધાઈ છે.આ રીતે રેલવે દુર્ઘટનામાં ૯૪.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે વર્ષ ૧૯૮૧ ૮૨માં દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૬૫૮ હતી જે વર્ષ ૨૦૧૮ ૧૯માં ઘટીને ૩૭ થઈ ગઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૭ ૧૮માં આ દુર્ઘટનાઓની સંખ્યા ૭૩ હતી.આ સમયગાળામાં સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સ્ટાન્ડર્ડ ‘એક્સિડેન્ટ પર મિલિયન ટ્રેન કિલોમીટર’માં ઉલ્લેખનીય સુધારો થયો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એક્સિડેન્ટ પર મિલિયન ટ્રેન કિલોમીટરની સંખ્યા ૧૯૮૧માં ૨.૨૦ હતી તેની સરખામણીએ વર્ષ ૨૦૧૮ ૧૯માં ઘટીને સૌથી ઓછી ૦.૦૬ રહી ગઈ છે.આંકડાઓ અનુસાર વર્ષ ૧૯૯૦થી લઈને ૧૯૯૫ દરમિયાન પ્રતિ વર્ષ સરેરાશ ૫૦૦ દુર્ઘટનાઓ થતી હતી. જેમાં ૨૪૦૦ લોકોના મોત અને ૪૩૦૦ લોકો ઘાયલ થતાં હતાં. તેના એક દાયકા બાદ એટલે કે, ૨૦૧૩થી લઈને ૨૦૧૮ દરમિયાન પ્રતિ વર્ષ થતી દુર્ઘટનાઓની સરેરાશ સંખ્યા ઘટીને ૧૧૦ પર પહોંચી ગઈ હતી.જ્યારે આ સમયગાળા દરમિયાન અંદાજે ૯૦૦ લોકના મોત થયાં હતા અને અંદાજે ૧૫૦૦ લોકો ઘાયલ થયાં હતાં. વર્ષ ૨૦૧૮ ૧૯ દરમિયાન ૫૯ રેલવે દુર્ઘટના થઈ, આ દુર્ઘટનાઓમાં ૩૭ લોકોના મોત થયાં જ્યારે ૧૦૮ લોકો ઘાયલ થયાં હતાં. આ પહેલા ભારતીય રેલવેએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ ઉપલબ્ધી પ્રાપ્ત કરાવતા માનવરહિત ફાટકોને નાબૂદ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી દીધું હતું. જેમાં માત્ર અલ્લાહાબાગ વિભાગ જ અપવાદ હતો. રેલવેએ ૨૦૧૮માં ૩૪૭૮ માનવરહિત ફાટકોને નાબૂદ કરી દીધા. માનવરહિત ફાટકોને ખત્મ કર્યાં બાદ દુર્ઘટનાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Related posts

કલમ ૩૭૭ની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર

aapnugujarat

વડાપ્રધાન મોદી આતંકવાદના ઓથા હેઠળ પોતાની નિષ્ફળતાઓ છૂપાવી રહ્યા છે : માયાવતી

aapnugujarat

આસારામ કેસ : સુનાવણીની તારીખ આપવા સુપ્રીમની ના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1