Aapnu Gujarat
ગુજરાત

ફીર મોદી સરકારના સંકલ્પ સાથે કમલમ ખાતેથી ડિજિટલ રથનું પ્રસ્થાન

આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ફીર એક બાર મોદી સરકાર બનાવવાના સંકલ્પ સાથે ભાજપાના પ્રચાર-પ્રસાર અર્થે ડીજીટલ એલઇડી રથોના પ્રસ્થાન કરાવી ઇલેકટ્રોનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત અને દેશભરમાં ચૂંટણીનો માહોલ બનતો જાય છે. ભાજપાનું કાર્યકર્તારૂપી સૈન્યબળ કામે લાગી ગયું છે. લોકસભાસ વિજયસંકલ્પ સંમેલનો ઉમળકાસભર વાતાવરણમાં યોજાઇ ગયા છે અને લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના તમામ લોકસભા બેઠકો પર ઉદ્ઘાટન પૂર્ણ થઇ ચૂકેલ છે. ગઇકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ઉત્સાહજનક વાતાવરણમાં લોકસંપર્ક રાઉન્ડ યોજાયો જેમાં જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થતા કેન્દ્રીય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયાનો રાજ્યમાં સતત પ્રવાસ ચાલુ છે. પંડ્‌યાએ જણાવ્યુ હતુ કે, અગાઉ પ્રદેશ ભાજપા દ્વારા મૈં ભી ચૌકીદાર થીમ સાથે લોકશૈલીમાં પ્રચાર-પ્રસાર, ભાજપાના વરિષ્ઠ નેતા સુરેન્દ્રકાકાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ૫૧ થી વધુ વસ્તુ ધરાવતી પ્રસાર સાહિત્ય કીટનીં ગુજરાતભરના પ૦,૧૨૮ બૂથમાં વિતરણ, ૧૩ ડાન્સીંગ મ્યુઝીકલ થીમ દ્વારા કેન્દ્રની યોજનાઓથી જનતાને અવગત કરાવવી, જેવા પોઝીટીવ કેમ્પેઇનથી ભાજપા જનતાની વચ્ચે જઇ રહી છે. આજરોજ પ્રસ્થાન કરાવવામાં આવેલા એલઇડી રથો વિશે માહિતી આપતા પંડ્‌યાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં ૫૫૦ થી વધુ એલઇડી રથો પરીભ્રમણ કરશે. ગુજરાતના દરેક લોકસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા બે રથો એમ કુલ ૫૨ રથો ભ્રમણ કરશે અને કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર બનાવોના સંદેશ સાથે ગુજરાતની સાડા ૬ કરોડ જનતા વચ્ચે પહોંચશે. આ રથમાં ત્રણ પ્રકાર વીડિયો દર્શાવાશે.

Related posts

અમદાવાદમાં મોદી-શિન્ઝોના ભવ્ય રોડ શોની તૈયારી પૂર્ણ

aapnugujarat

અમદાવાદમાં પાટીદારો દ્વારા કેસ પાછા ખેંચવા અને અન્ય મુદ્દાઓ સાથે બેઠક યોજાઈ

aapnugujarat

મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1