Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મોદી-શિન્ઝોના ભવ્ય રોડ શોની તૈયારી પૂર્ણ

જાપાનના વડાપ્રધાન શિંજો એબે ભારતના બે દિવસના પ્રવાસ પર આજે પહોંચી રહ્યા છે. તેમના સ્વાગત માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બે દિવસની ઐતિહાસિક યાત્રામાં શિન્ઝો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક ભવ્ય રોડ રો કરનાર છે. ૮ કિલોમીટરના લાંબા રોડ શોની શરૂઆત એરપોર્ટથી થશે અને ઐતિહાસિક ગાંધી આશ્રમ સુધી પહોંચશે.શિંજો એબે બુધવારના દિવસે પહોંચી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન બંન્ને નેતા ૧૨મી ભારત-જાપાન વાર્ષિક બેઠકમાં ભાગ લેનાર છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે જ્યારે બે દેશના વડાપ્રધાન કોઇ રોડ શો કરનાર છે. પોતાના ભારત પ્રવાસના પ્રથમ દિવસે જ તેઓ અમદાવાદની યાત્રા કરનાર છે. સમગ્ર રોડ શોના રૂટ પર ૨૮ નાના મંચ બનાવવામાં આવ્યાં છે. આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર આ બંને મહાનુભવોના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરની વિધિ પુરી થયા બાદ બંને એરપોર્ટથી બહાર નીકળે એ સમયે બંન્નેનું સ્વાગત પરંપરાગત વાજિંત્રો સાથે કરવામાં આવશે.આ વાજિંત્રોમાં તુતારી, ભુંગળ, ધંટ,શંખ,મંજીરા ત્રાંસા અને નગારા જેવા વાજિંત્રોનો સમાવેશ થાય છે. એરપોર્ટથી તાજ સર્કલ,તાજ સર્કલથી કેમ્પ હનુમાન,કેમ્પ હનુમાનથી શાહીબાગ ડફનાળા,શાહીબાગ ડફનાળાથી શિલાલેખ(રીવરફ્રન્ટ),નારણઘાટથી આરટીઓ,આરટીઓથી સાબરમતી આશ્રમ, આશ્રમમાં સાંજની પ્રાર્થનામાં ભાગ લેશે.બાદમા આશ્રમથી રિવરફ્રન્ટના માર્ગે રીવરફ્રન્ટ ખાતે થોડો સમય બંને મહાનુભવો સાથે ગાળશે.રીવરફ્રન્ટથી જુના એલિસપુલ પહોંચશે ત્યાંથી સીદી સૈયદની જાળી મસ્જિદ પહોંચશે. બાદમા હેરીટેજ હોટલ અગાશીયે ખાતે રાત્રિ ડીનર લેશે. ડીનર બાદ જાપાનના વડાપ્રધાન શિંજો એબેે અને તેમના પત્ની અકી એબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિંજો એબે લેડી પી.એમ.જાપાન વગેરેના રોડ શો દરમિયાન કરવામાં આવનારા સ્વાગત દરમિયાન કુલ ૪૦ સ્ટેજ તૈયાર કરવામા આવશે જે પૈકી સ્ટેજ નંબર-૮ પર કેરાલા,સ્ટેજ નંબર-૧૦ પર કર્ણાટક,સ્ટેજ નંબર-૧૧ પર આંધ્ર પ્રદેશ, અને સ્ટેજ નંબર-૨૭ ઉપર ઓડિસાના પરંપરાગત લોકનૃત્ય કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. જો કે આ સ્ટેજ પરથી જે પર્ફોમન્સ રજુ થશે એ આ રાજયોના અમદાવાદ આવી વસેલા કલાકારો દ્વારા રજુ કરવામા આવશે. ૪૦ સ્ટેજ પૈકી ૧૨ સ્ટેજ ગુજરાતના વિવિધ પ્રાંતોના રાખવામાં આવ્યાં છે. સ્વાગત માટે જોરદાર તૈયારી કરાઇ છે. જાપાની વડાપ્રધાન અને મોદી ગાંધીનગરમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ મંદિરમાં પહેલા મોદી અને શિંજો એબેની દ્વિપક્ષીય મંત્રણા થશે ત્યારબાદ પ્રતિનિધિસ્તરની મંત્રણા થશે. મહાત્મા મંદિર ખાતે ગાંધી કુટિરની મુલાકાત લેશે. ઇન્ડો જાપાન સમિટમાં મહત્વના કરાર બંન્ને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં કરવામાં આવશે. ૧૪મીએ રાત્રે શિંજો એબે તેમના પત્ની સાથે ફરી ટોકિયો જવા રવાના થશે.

Related posts

कच्छ में पाकिस्तान से लगी समुद्री सीमा पर चरस भरी ईरानी बोट के साथ 8 गिरफ्तार

editor

રાટીલા ગામ સીસીટીવીથી સજ્જ

editor

વેરાવળ અને પાટણ શહેર વિસ્તાર મા હડકાયા કૂતરાઓનો હાહાકાર

editor

Leave a Comment

UA-96247877-1