Aapnu Gujarat
બ્લોગ

તા. ૬, એપ્રિલ વિશ્વમાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ

૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૮૦ દિલ્હી ખાતે ભાજપાની સ્થાપના થઇ હતી. મુંબઇ ખાતે સમતાનગરમાં ભાજપાનું પ્રથમ અધિવેશન યોજાયું હતું. સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઇ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ તરીકે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “હું જાણું છું ભાજપાનું અધ્યક્ષ પદ અલંકારની વસ્તું નથી. જવાબદારી છે. પ્રતિષ્ઠા નથી, પરીક્ષા છે. અધિકાર નહી;, અવસર છે. સન્માન નહીં પણ પડકાર છે.”
ભાજપાના પ્રથમ વડાપ્રધાન બનવાનું શ્રેય તેમના ફાળે જાય છે, પરંતુ તેઓ એન.ડી.એ. ના સહયોગથી વડાપ્રધાન બની શક્યાં. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપાને સૌથી વધુ સંસદની બેઠકો મળી. સમગ્ર દેશમાં ૧૦ કરોડથી વધુ પ્રાથમીક સભ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની તેનો શ્રેય માન. શ્રી અમિતભાઇ શાહને જાય છે. જનસંઘના પ્રથમ અધ્યક્ષ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જમ્મુ કાશ્મીરના બલિદાન અને તેમના વિચારો તથા પંડિત દિનદયાલજીના એકાત્મ માનવવાદ એટલે કે, છેવાડાના માનવીનું કલ્યાણ આ બંને બાબતો એ ભાજપાની કેન્દ્ર સરકાર મક્કમ પણે કાર્યવાહી કરી આગળ વધી રહી છે.
ભાજપાના ચૂંટણી પ્રતિક કમળમાં પાંચ પાંખડીઓ છે, એ ભાજપાની પંચનિષ્ઠા સાથે જોડાયેલી છે. આ પંચ નિષ્ઠાઓમાં રાષ્ટ્રીયતા, રાષ્ટ્રીય એકાત્મતા, વાસ્તવિક પંથ નિરપેક્ષતા, લોકશાહી અને લોકશાહીના મૂલ્યોનું જતન ગાંધીવાદી સામજવાદ મૂલ્ય આધારીત રાજનીતિ
પહેલાં ભાજપા ઉત્તરના રાજ્યોનો પક્ષ કહેવાતો હતો, પરંતુ કર્ણાટકમાં સત્તા સ્થાને બિરાજમાન બાદ દક્ષિણના રાજ્યોમાં જનાધાર મજબૂત બનાવવાના પ્રવેશ દ્વારા ખોલી નાખ્યાં, ત્યારબાદ આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પક્ષે સારો દેખાવ કર્યો. હાલ ભાજપા હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ગોવા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તથા મહારાષ્ટ્ર, બિહાર, આસામ, અરૂણાચલપ્રદેશ વગેરે ૧૬ રાજ્યોમાં સત્તા સ્થાને છે, જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ રાજ્યોમાં સત્તા સ્થાને છે. રામજન્મભૂમી આંદોલન તથા માન. અડવાણીજીએ યોજેલી સોમનાથ અયોધ્યા યાત્રા, સુવર્ણ જયંતિ યાત્રા તથા માન. ડો. મુરલી મનોહર જોષીએ યોજેલી એકતા યાત્રા ભાજપાનો જનાધાર વધારવામાં પાયાની ભૂમીકા ભજવી હતી. સામુહિક નેતૃત્વ, અયોધ્યામાં રામમંદિર, સમાન નાગરિક ધારો, વિદેશનીતિની કુનેહ, આતંકવાદસામે મક્કમ રીતે લડવાનાં પગલાંઓ, કુષિ અને ગ્રામલક્ષી સુધારા ભાજપા શાસીત રાજ્યોમાં વિકાસ દર્શનના કારણે પણ પક્ષનો જનાધાર વધ્યો છે. ભાજપાએ પોતાના બંધારણમાં ફેરફાર કરીને સંગઠનમાં મહિલાઓને ૩૩ ટકા સ્થાન આપી મહિલાઓનું સન્માન વધાર્યું છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માન. શ્રી નરેન્દ્રભાઇ મોદી ભાજપા તથા એન.ડી.એ.ના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયાં. ગુજરાતના વિકાસના કારણે સમગ્ર દેશની જનતામાં ઉત્સાહ અને વિશ્વાસ પેદા થયો. દેશમાં ઠેર ઠેર મોદીજીને સાંભળવા લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હતી. પરિણામો જાહેર થયાં ત્યારે કોંગ્રેસ ત્રણ ફિગર માંથી ૪૪ ઉપર આવી ગઇ. બંધારણીય રીતે વિપક્ષના નેતા બનવા માટે ૫૫થી વધુ સાંસદો જોઇએ. એન.ડી.એ. ને ૩૩૪ બેઠકો મળી, ભાજપાને ૨૮૨ બેઠકો મળી. છેલ્લાં ૩૦ વર્ષમાં કોઇપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળેલ ન હતી, પરંતુ ૨૦૧૪માં ભાજપા સ્પષ્ટ બહુમતી હોવા છતાં એન. ડી. એ. ના સહયોગથી સત્તા સ્થાને છે, એટલું જ નહીં સાથી પક્ષોને પણ સત્તામાં ભાગીદારી આપી. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહની ચાણક્ય નીતિથી ઉત્તર પ્રદેશમાં બસપા અને કોંગ્રેસનો સફાયો થયો.
સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે ભારત વિકાસનો નવો અધ્યાય શરૂ થયો. ગરીબો માટે બેંકના દ્વારા ખુલ્યાં. જનધન યોજના થકી ૩૪.૮૭ કરોડ ગરીબો બેંકીંગ વ્યવથાથી જોડાયા. કાળાધન માટે સીટની રચના કરાઇ. નોટબંધી જેવા અશક્ય પગલાંઓને શક્ય કરી બતાવ્યાં. સ્વચ્છતા અભિયાન તથા નવ કરોડ જેટલાં શૌચાલયો બનાવ્યાં. ઉજ્વલા યોજના થકી આઠ કરોડથી વધુ મહિલાઓને મફત એલ.પી.જી. ગેસ કનેકશન મળ્યાં. આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબોને પ લાખ સુધી મફત આરોગ્ય સુવિદ્યા મળવા લાગી.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૩૦ કરોડ લોકોને છત મળી. સૌભાગ્ય યોજના થકી ઘેર ઘેર વિજળી પહોંચી. સંપૂર્ણ ભારતમાં વિજળીકરણ થયું. મોદીજીના વિદેશ પ્રવાસ દરમ્યાન ભારતનું માન સન્માન વધવા લાગ્યું. વિદશમાં રહેતાં ભારતીયોમાં નવી ચેતનાનું સિંચન થયું. ભારતીય યોગ વૈશ્વિક બન્યો. આર્થિક સ્થિતિ મજબૂત બની. વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગમાં ભારત ૧૪૨માં સ્થાન પર હતું, જે ૭૭માં સ્થાને પહોંચ્યું. વિશ્વની ૧૦ મહા આર્થિક સત્તાઓમાં ભારતે નામ અંકિત કર્યું. ફુગાવાનો દર અંકુશમાં આવ્યો. હોમલોન દરમાં ઘટાડો કરવામાં આવ્યો. આર્થિક પગભર થવા માટે મુદ્રા લોનના માધ્યમ દ્વારા ૧૬ કરોડ લોકોએ લાભ લિધો.
દેશમાં સુરક્ષા અને સલામતી વધુ મજબૂત બની. નકસલી વિસ્તાર ધીમે ધીમે અંકુશીત થયો. દેશની સરહદો સુરક્ષીત બની. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નાથવા લશ્કરને છૂટોદોર અપાયો. મોટા આતંકવાદી હુમલાઓ પઠાણકોટ અને પુલવામાં સિવાય ક્યાંય જોવા ન મળ્યો, તેનો પણ મજબૂત જવાબ સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક દ્વારા આપવામાં આવ્યો. વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ વિરૂધ્ધ ભારતની પડખે ઉભા રહ્યાં. અવકાશની સિધ્ધીઓ ભારત વિશ્વમાં ચોથા નંબરના સ્થાને પહોંચી ગયું. નવા જળમાર્ગો, રેલ્વે, રાષ્ટ્રિય ઘોરી માર્ગો, બંદરો, એરપોર્ટ, વગેરેની રચનાઓ અને વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. ભારતને મળતી સફળતાઓમાં મોદીજીનું આંતર રાષ્ટ્રીય સ્તરે તેમનું કદ વધતું ગયું. લોકપ્રિયતા અને વૈશ્વિક રીતે યોજાતા કાર્યક્રમોમાં ભારતને સ્થાન મળવા લાગ્યું. યુ.નો. ની કાર્યવાહીમાં પણ ભારતનો મોભો જોવા મળ્યો.
ગુજરાતમાં જનપ્રશ્નોના આંદોલનનું નેતૃત્વ ભાજપાએ લીધું. ૧૯૬૩માં ગોવા મૂક્તિ આંદોલન, ૧૯૬૫માં મોંઘવારીનું આંદોલન, કચ્છ આંદોલન, ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન, ૧૯૭૫માં કટોકટી અને રામજન્મભૂમી આંદોલનમાં ભાજપાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગુજરાત ભાજપાના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ૧૯૯૫માં શ્રી કેશુભાઇ પટેલ બિરાજમાન થયા. આંતરિક બળવા બાદ ફરીથી સામાન્ય ચૂંટણી આવી પડી, શ્રી કેશુભાઇ પટેલ ફરી એક વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયાં, ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે માન. નરેન્દ્રભાઇ મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું. ૨૦૦૨, ૨૦૦૭ અને૨૦૧૨ની વિધાનસભાઓની ચૂંટણી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં લડાઇ. ગુજરાતમાં સર્વાધીક સાશનકરવાનો વિક્રમ સર્જાયો. ગુજરાત રાજ્યને તેમની કોઠાસુઝ અને કુશળ વહીવટના કારણે દેશમાં નામના મેળવી. આંતરમાળખાકીય સુવિદ્યાઓ ઔદ્યોગિક મૂડી રોકાણ, કૃષિ અને ગ્રામ્ય લક્ષી સુધારાઓ, જ્યોતિગ્રામ યોજના, નદીઓનું જોડાણ, પ્રવાસન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં ગુજરાત અવ્વલ રહ્યું. માન. શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બનતાં શ્રીમતી આનંદીબેન પટેલે પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત રાખી ગતિશીલ ગુજરાત બનાવ્યું. શ્રીમતી આનંદીબેન પટેલે રાજીનામું આપતાં શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં. સંવેદનશીલ, પારદર્શક વહીવટ, શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટો પુરા કર્યા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાઇ.ભાજપાને ફરીથી બહુમતી પ્રાપ્ત થતાં હાલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્વ. અટલ બિહારી બાજપાઇ, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, બાંગારૂ લક્ષ્મણજી, સ્વ. શ્રી જનાકૃષ્ણમૂર્તિજી, સ્વ. કુશાભાઉ ઠાકરેજી, શ્રી એમ. વૈંકયા નાયડુજી, તથા શ્રી રાજનાથસિંહજીએ જવાબદારી સફળતા પૂર્વક સંભાળી છે. હાલ ગુજરાતના પનોતા પુત્ર માન. શ્રી અમિતભાઇ શાહ આ જવાબદારી વહન કરી રહ્યાં છે, તેમના નેતૃત્વમાં ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની, તેમના જ કાર્યકાળમાં સૌથી વધુ રાજ્યોમાં સત્તા પ્રાપ્ત થઇ. ઉત્તર પૂર્વ રાજ્યોમાં પણ ભાજપાએ સારો દેખાવ કર્યો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપાએ પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવી. દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે માનનીય રામનાથ કોવિંદજીની પસંદગી અને જીત થઇ. ગુજરાતમાં જનસંઘ ભાજપાની ધુરા સંભાળનાર નેતાઓમાં મોહનનાથ કેદારનાથ દિક્ષીત, હરીપ્રસાદ સાંકળેશ્વર પંડ્યા, હરીસિંહ ગોહિલ, દેવદત્તભાઇ કિકાભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, મકરંદભાઇ દેસાઇ, ડો. એ. કે. પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામભાઇ રાણા, વજુભાઇ વાળા રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમભાઇ રૂપાલા, આર. સી. ફળદુ તથા હાલમાં સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે જીતુભાઇ વાઘાણી કાર્યભાર સંભાળી રહ્યાં છે.પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે હજારો કાર્યકર્તાઓએ યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે તેવા સૌને લાખ લાખ પ્રણામ

Related posts

भारत की विश्व – भूमिका

editor

नया उपभोक्ता संरक्षण कानून लागू

aapnugujarat

અભિનય, લેખન, દિગ્દર્શનનો સમન્વય એટલે નીરજ વોરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1