Aapnu Gujarat
બ્લોગ

પરમાણુ પરીક્ષણથી જરાય ઓછી નથી ‘મિશન શક્તિ’ની ઉપલબ્ધિ

ભારતે અંતરિક્ષની દુનિયામાં સૌથી મોટી ઉપલબ્ધિ આજે હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બપોરે સાડા બાર વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે થોડા સમય પહેલાં જ અંતરિક્ષમાં એક સેટેલાઈટને તોડી પાડ્યો છે. ભારત આમ કરનારો દુનિયાનો ચોથો દેશ બન્યો છે. આ પ્રકારનો સ્પેસપાવર ફક્ત અમેરિકા, રશિયા, ચીન ધરાવે છે, અને હવે આપણો દેશ આ ક્લબમાં શામેલ થઈ ગયો છે.
શા માટે આ જાહેરાત કરવા માટે સ્વયં વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન માટે આવવું પડે ? બેશક આ એક મોટી ગૌરવની ક્ષણ છે. જેને અતિગૌરવ સાથે પ્રસ્તૂત કરવામાં આવ્યું છે. દેશમાં જ નિર્મિત ટેકનોલોજી કેવી હરણફાળ ભરી ગઈ છે તે આ મિશનની સફલતા ડંકાની ચોટ પર દુનિયાને દેખાડી રહી છે.
અંતરિક્ષમાં થયેલ આ મિશન પોખરણમાં કરેલાં પરમાણુ પરીક્ષણ જેવું જ છે. આ પરીક્ષણ પછી ભારત ફરી એક વખત દુનિયામાં પોતાની મજબૂતી(શક્તિ) સાબિત કરી છે.વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ભારતનું આ સફળ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ હતું. હવે ભારત જળ, આકાશ અને જમીન સહિત અંતરિક્ષમાં પણ દુશ્મનોની હરકત પર નજર રાખી શકે છે. જો કોઈ દુશ્મન દેશ અંતરિક્ષમાં સેટેલાઈટ દ્વારા ભારત પર નજર રાખે અથવા તો જાસૂસી કરે તો ભારત તેને તેની મિસાઈલથી નષ્ટ કરી શકે છે.આ મિશન પૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા હતું. આ મિશનને ઈસરો અને ડીઆરડીઓની મદદથી પુરુ કરવામાં આવ્યું હતું.
આમ જોવા જઈએ તો ભારતની આજની ઉપલબ્ધિ એટલી બધી મોટી છે કે જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં થયેલ પરમાણું પરીક્ષણ કર્યું હતું. ત્યારે દુનિયાના કોઈપણ દેશને ખબર નહોતી કે ભારત આટલી મોટી તૈયારીઓ કરી રહ્યું છે. અને તેમ છતાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરી નાખ્યું હતું. આજે પણ આવું જ બન્યું છે.૧૧ મે, ૧૯૯૮ના રોજ રાજસ્થાનના પોખરણમાં ૩ પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ભારત ન્યૂક્લિયર નેશન બની ગયો હતો..
ન્યૂક્લિયર ટેસ્ટનું કામ પડદા પાછળ કરાયું હતું, તેની કોઈને પણ ગંધ આવવા દીધી ન હતી. ત્યાં સુધી કે અમેરિકાના ગુપ્ત સેટેલાઈટ્‌સને પણ તેની ખબર પડવા દીધી ન હતી.જ્યારે વડાપ્રધાન વાજપેયીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ જાણકારી આપી હતી, ત્યારે દુનિયા ચોંકી ઉઠી હતી. ત્યારે દુનિયાના દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં ભારત સરકાર પીછેહઠ કરી ન હતી. ખાસ વાત એ છે તે મિશનનું નામ ‘ઓપરેશન શક્તિ’ હતું. આ મિશનમાં અતિમહત્વની ભૂમિકા નિભાવનાર તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તે ઉપરાંત સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાડિઝ અને રક્ષા મંત્રાલયના સલાહકાર વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ પણ સામેલ હતા.ભારત દ્વારા સંરક્ષણ, નેવિગેશન, હવામાનની આગાહી, સંચાર, મનોરંજન સહિત અલગ-અલગ હેતુઓ માટે ૪૭ મોટા સેટેલાઇટ છોડવામાં આવ્યા છે.
આ સિવાય ભારતે પ્રયોગ, નિરીક્ષણ અને અભ્યાસ માટે સેંકડો માઇક્રો અને નેનો સેટેલાઇટ્‌સ છોડ્યા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત સેટેલાઇટ્‌સ પણ સમાવિષ્ટ છે.
’મિશન શક્તિ’ બાદ આ ઉપગ્રહોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.આ એક સંરક્ષણ ક્ષમતા છે, જેની મદદથી જો દુશ્મન દેશ ભારતના સેટેલાઇટને નિશાન બનાવવાનો પ્રયાસ કરે તો વળતી કાર્યવાહી કરવાના ભાગરૂપે તેનો પ્રયોગ કરી શકે છે.જો દુશ્મન દેશનો સૈન્ય સેટેલાઇટ ભારતની ઉપર નજર રાખતો હોય ત્યારે તેને તોડી પાડવા માટે આ ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે.
ભારત પાસે વર્ષ ૨૦૧૩થી આ ક્ષમતા છે.અગ્નિ-૫નું પહેલું સફળ પરીક્ષણ કર્યું, ત્યારથી વૈજ્ઞાનિકો આ વાત કરી રહ્યા છે, પરંતુ તેનું સફળ નિદર્શન ભારતે પ્રથમ વખત કર્યું છે.’યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારના કાર્યકાળ દરમિયાન પણ આવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ લીલીઝંડી મળી ન હતી.જો ૨૦૧૨-૧૩માં લીલીઝંડી મળી ગઈ હોત તો ૨૦૧૪-૧૫માં જ ભારતે સફળ પરીક્ષણ કરી લીધું હોત.
યુદ્ધ માટે અંતરિક્ષનો ઉપયોગ કરવાની જરૂરિયાત કોલ્ડ વોર સ્પેસ રેસ પછી વધી છે. ઉપગ્રહોની લડાયક ક્ષમતાને જોતા તેની જરૂરિયાતોમાં વધારો થાય તેવી પ્રબળ સ્થિતિ છે. ઉપગ્રહો સંચાર, નેવિગેશન, સિક્રેટ સિગ્નલ જેવી સુવિધાઓથી સજ્જ હોવાથી સૈન્ય શક્તિમાં વધારો થાય છે. સૌથી મહત્વની બાબત તે છે કે ઉપગ્રહોને કોઈ સરહદ નડતી નથી.
સેટેલાઇટ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરનારા દેશ દુશ્મન દેશનાં સેટેલાઇટ નષ્ટ કરી શકે છે અથવા તેમની સંદેશા વ્યવહાર પ્રણાલીને ઠપ્પ કરી શકે છે જેને લીધે કોઈ મહત્વની માહિતી સૈન્ય સુધી પહોંચતા અટકી જાય. ભારતનાં પાડોશી દેશ ચીનને અનુલક્ષીને આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંતરિક્ષમાં ચીનની વધતી તાકાતને નાથવા માટે ભારતે યોજના ઘડવી જોઈએ તેવો જાણકારોનો મત છે. ચીને ૨૦૦૭માં એક પરીક્ષણ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું. ચીનની લો અર્થ ઓર્બીટમાં ફેંગ યુ હવામાન ઉપગ્રહ ભ્રમણ કરી રહ્યો હતો. ચીની સૈન્યે રોકેટ લૉન્ચ કરીને ઉપગ્રહને તોડી નાંખ્યો હતો. આ પરીક્ષણથી લો અર્થ ઓર્બીટમાં ઉપગ્રહનાં ભંગારનાં ૨૫૦૦થી ૩૦૦૦ ટુકડા ફેલાયાં હતા. આ ભંગારનાં ટુકડાઓને કારણે અન્ય ઉપગ્રહોને ઘણું નુકશાન પહોંચ્યું હોવાના પણ અહેવાલ છે.
આ પરીક્ષણથી સ્પષ્ટ થઇ ગયું હતું કે યુદ્ધની નોબતમાં ચીન દુશમન દેશોનાં સેટેલાઇટને નષ્ટ કરી શકે છે. ચીનનાં આ પરીક્ષણની ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રીમાં આ પરીક્ષણ પર કોઈનું ધ્યાન નહોતું ગયું. જો કે સિક્યોરિટી એક્સપર્ટ અને વિદ્વાનોએ ભારતની અંતરિક્ષ નીતિનાં પુનર્વિચાર માટે તેમજ એસેટ હથિયારોની ક્ષમતાં વધારવાનું આહવાન કર્યું હતું. ચીનનાં પરીક્ષણ બાદ ભારતીય સૈન્યનાં તત્કાલીન સૈન્ય અધ્યક્ષ દિપક કપૂરે કહ્યું હતું કે ચીનનો અંતરિક્ષ કાર્યક્રમ આક્રમકતા અને રક્ષાણત્મકતા એમ બંને રૂપે ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૨માં સારસ્વતે જણાવ્યું હતું કે ભારતની એન્ટી બેલેસ્ટિક મિસાઈલ એસેટનો વિકલ્પ બની શકે છે. ત્યારબાદ સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવીઓ હતી કે એન્ટી બેલેસ્ટિક મિસાઈલ ઉપગ્રહ વિરોધી પ્રોજેક્ટનો હિસ્સો બની શકે છે. જો કે એક્સપર્ટોએ તેમનાં આ પ્રોજેક્ટને અતિશયોક્તિપૂર્ણ ગણાવીને ફગાવી દીધો હતો. ભારતની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવતાં માઈકલ લિસનર અને વિક્ટોરિયા સેમસન જેવા વિદ્વાનોએ કહ્યું હતું કે પરીક્ષણ કાર્ય વગર અને એસેટ ક્ષમતાને પુરી રીતે સાબિત કાર્ય વગર ભારત કાગળ પરનું વાઘ સાબિત થશે.
સારસ્વતે દુશમનોનો ઉપગ્રહને નષ્ટ કરવાની સિસ્ટમ વિકસાવવા માટે એબીએમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતની એસેટ હથિયારો ઉઠાવવામાં આવેલ સવાલો મહત્વપૂર્ણ હતા.
માનવામાં આવી રહ્યું હતું કે જો ભારત પાસે એસેટ હથિયાર છે તો તેને સફળ પરીક્ષણ બાદ જ સ્વીકૃતિ મળી શકશે. પરંતુ તેને આ પરીક્ષણની કિંમત પણ ચૂકવવી પડી શકે છે. જો દિલ્હીએ આ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું છે તો તેનું પરિણામ શું આવી શકે તેવો પણ સવાલ કરવામાં આવ્યો હતો. એસેટ હથિયારોના પ્રદર્શનની વકીલાત કરનારાઓએ એવી ધારણાઓમાં ના રહેવું જોઈએ કે ૨૦૦૭માં ચીન સામે જે થયું હતું તે ભારત સામે થઇ શકે. જો કે હથિયારો પર પ્રતિબંધ લગાવવાની નવી સંધિ ભવિષ્યમાં ભારતને આ પરીક્ષણ કરતાં રોકી શકે છે. ચીન દ્વારા ૨૦૦૭માં પરીક્ષણ કરાયા બાદ અંતરિક્ષ હથિયારો પર પ્રતિબંધ લગાવનારી સંધિને નવેસરથી લાગુ કરવાની ચર્ચા શરુ થઇ હતી. વિશ્વમાં આ ચાલી રહ્યું હતું ત્યારે ભારતમાં એક નવી દુવિધા સર્જાઈ હતી. આ દુવિધા પરીક્ષણને લઈને હતી. જો આ પરીક્ષણ થાય તો ઓર્બીટમાં ઘણા પ્રમાણમાં ભંગાર સર્જાય જે અન્ય સેટેલાઇટ માટે ખતરનાક નીવડી શકે છે. આ માટે એક મધ્ય મેદાનની શોધ કરવી જરૂરી છે જ્યાં ભારત આ પરીક્ષણ કરી શકે અને તેનો ભંગાર અન્યને નુકશાન ના પહોંચાડે. એક એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો નીચી ભ્રમણકક્ષામાં આ પરીક્ષણ કરવામાં આવે તો તેનો ભંગાર વાતાવરણમાં પ્રવેશીને નાશ પામે. આ ઉપરાંત કોઈ ભંગારનું સર્જન ના કરવું હોય તે માટે અન્ય એક વિકલ્પ વિચારવામાં આવ્યો જેને ફ્લાઈ બાય ટેસ્ટ તરીકે ઓળખવામાં આવ્યો. જેમાં જમીન પરથી નીકળેલ મિસાઈલ ઉપગ્રહને લક્ષ્ય બનાવશે પણ તેને નષ્ટ કર્યા વગર નીકળી જશે. આ ઉપરાંત લેઝરનાં ઉપયોગથી ઉપગ્રહને જામ કરીને તેને તોડી શકાય છે જેનાથી કાટમાળનું સર્જન થતું નથી. જો કે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવા માટે શ્રેષ્ઠ ટેક્નિક હોવી જરૂરી છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભારતમાં આત્મહત્યા કરવા પાછળ સૌથી મોટું કારણ લગ્ન બાદ પારિવારિક સમસ્યાઓ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1