Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદીઓ હજુ મોટા હુમલાની ફિરાકમાં

પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળ દ્વારા જે રીતે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં જેશે મોહમ્મદના અડ્ડાઓ પર ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા તેના કારણે પાકિસ્તાન હજુ પણ પરેશાન થયેલુ છે. બદલો લેવાના ઇરાદા સાથે સતત નાપાક હરકતો તેની જારી રહી છે જેથી હાલમાં સેના સહિત તમામ સુરક્ષા દળોને ખુબ સાવધાન રહેવાની અને એલર્ટ રહેવાની જરૂર દેખાઇ રહી છે. હાલમાં સરહદ પર જે રીતે હરકતો જોવામાં આવી રહી છે તે જોતા પાકિસ્તાન બદલાની કાર્યવાહી કરી શકે છે અને સાથે સાથે ત્રાસવાદીઓને વધુ પ્રમાણમાં ઘુસાડીને ભારતને પરેશાન કરવાની ગતિવિધી જારી રાખી શકે છે. એકબાજુ સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. બીજી બાજુ હાલના દિવસોમાં અને ખાસ કરીે ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાની યુદ્ધ વિમાનો સતત ભારતીય સરહદની નજીક આંટા ફેરા કરી રહ્યા છે. ત્રાસવાદીઓના અડ્ડાઓને ભારતે એર સ્ટ્રાઇક કરીને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાનના યુદ્ધ વિમાનો કેટલીક વખત ભારતીય એરસ્પેસમાં ઘુસવાના પ્રયાસ કરી ચુક્યા છે. જો કે એલર્ટ રહેલા ભારતીય જવાનોએ દરેક વખતે પાકિસ્તાનના નાપાક ઇરાદાને નિષ્ફળ કર્યા છે. સોમવારના દિવસે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનો સરહદ નજીક જોવા મળ્યા હતા. બાલાકોટમાં એર સ્ટ્રાઇકના એક દિવસ બાદ પણ પાકિસ્તાને દુસાહસ કરીને તેના યુદ્ધવિમાનોએ ભારતીય સૈન્ય સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે ભારતે તેના વિમાનોને ખડેદી મુક્યા હતા. આ ગાળા દરમિયાન આકાશમાં ભારતીય અને પાકિસ્તાની યુદ્ધ વિમાન વચ્ચે કેટફાઇટ થઇ હતી. જેમાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની વિમાન તોડી પાડ્યુ હતુ. જો કે તેમનુ વિમાન પણ એ સંઘર્ષ દરમિયાન તુટી પડ્યુહતુ. જો કે તેઓ પેરાશુટ સાથે નીચે ઉતરી ગયા હતા. ખરાબ હવામાનના કારણઁ તેઓએ પાકિસ્તાનમાં પહોંચી ગયા બાદ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં આવી ગયા હતા. જો કે ભારતે છેલ્લે પાકિસ્તાનની તમામ રણનિતીને નિષ્ફળ કરીને અભિનંદનને કોઇ પણ શરત વગર દુશ્મન દેશમાંથી મુક્ત કરાવી લેવામાં સફળતા મળી હતી. સરહદ પર હજુ કટોકટી પ્રવર્તી રહી છે. પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં સેનાની પોસ્ટ અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને કેટલીક વખત ગોળીબાર કર્યો છે. ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ પણ જારી રાખવામાં આવ્યા છે. કાશ્મીરમાં પણ ત્રાસવાદીઓ વધારે સક્રિય થયેલા છે. જો કે પુલવામા બાદ સેનાએ વધુ આક્રમક વલણ અપનાવતા હવે દરરોજ ત્રાસવાદીઓ ઠાર થઇ રહ્યા છે.પુલવામાં ત્રાસવાદી હુમલા બાદ સેના અને સુરક્ષા દળો ઓપરેશન વધારે તીવ્ર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. સેનાએ વધુ આક્રમક વલણ અપનાવીને કાર્યવાહી જારી રાખી છે. બીજી બાજુ પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન ઉપર ચારેબાજુથી દબાણ આવી રહ્યું છે છતાં પણ પાકિસ્તાન જૈશે મોહમ્મદ સામે કોઇ કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું નથી.

Related posts

Orange advisory for Andhra Pradesh as cyclone Nivar nears coast : IMD

editor

उपराज्यपाल से प्राईवेट ई-मेल आईडी द्वारा जारी किये गये विज्ञापनों पर रोक लगाने दिल्ली भाजपा अध्यक्ष मनोज तिवारी की मांग

aapnugujarat

દિલ્હીમાં પૌત્રે પોતાની દાદીની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1