Aapnu Gujarat
બ્લોગ

જયાપ્રદાનું જીવન રહસ્ય અને રોમાંચથી ભરપૂર

પોતાના સમયની જાણીતી એક્ટ્રેસ જયાપ્રદાનું વાસ્તવિક નામ લલિતા રાની છે. ફિલ્મ્સમાં આવ્યા બાદ નામ બદલી જયાપ્રદા બની ગઈ. લલિતા ઉર્ફ જયાનો જન્મ ૩ એપ્રિલ ૧૯૬૨ના રોજ આંધ્રપ્રદેશના રાજાહમુંડરી જીલ્લામાં થયો હતો. જયાના પિતા કૃષ્ણ રાવ તેલુગુ ફિલ્મ્સના ફાયનાન્સર હતા. જયાએ પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ તેલુગુ ફિલ્મ ‘ભૂમિકોસમ’થી કર્યો હતો. તેની આ ફિલ્મ માટે જયાને ફી તરીકે માત્ર ૧૦ રૂપિયા મળ્યા હતા.૧૯૭૬માં જયાપ્રદા એક બિગ સ્ટાર બની ગઈ હતી. ડિરેક્ટર કે બાલાચંદરની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ’અનથુલેની કથા’માં જયાપ્રદાએ અદ્દભૂત અભિનય કર્યો હતો. જ્યારે કે વિશ્વનાથની કલર ફિલ્મ ’શ્રી શ્રી મુવ્વા’માં જયાપ્રદાએ મૂક ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જયાપ્રદાની ડાન્સિંગ તથા એક્ટિંગ સ્કિલને લઈને ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. ૧૯૭૭માં જયાએ કન્નડ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જયાપ્રદાની પહેલી જ કન્નડ ફિલ્મ ’સનાડી અપ્પાન્ના’ સુપરહિટ રહી હતી. જયાપ્રદાએ કમલ હસન, રજનીકાંત સહિતના જાણીતા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. ’શ્રી શ્રી મુવ્વા’ની હિંદી રિમેક ’સરગમ’(૧૯૭૬)માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મથી જયાપ્રદાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં રીષિ કપૂર હતો. આ ફિલ્મ માટે જયાપ્રદા ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ તરીકે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ બાદ જયાએ અનેક સફળ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જયાએ જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન સાથે જોડી જમાવી હતી. તે સમયે બોલિવૂડમાં શ્રી અને જયાપ્રદા વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળતી હતી. બંને એકબીજા કરતાં પોતાને ચડિયાતી સાબિત કરવામાં જ રહેતી હતી. એક વખત તો જયાપ્રદાએ એમ કહી દીધું હતું કે તે જન્મજાત સુંદર છે, જ્યારે શ્રીએ સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરાવવી પડી હતી. આ વાતને લઈને શ્રી અને જયાપ્રદા વચ્ચે લાંબો સમય સુધી દુશ્મની રહી હતી. જયાપ્રદા તથા જીતેન્દ્રે ૨૧ ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. શ્રીદેવી તથા જીતેન્દ્ર વચ્ચેના સંબંધો તૂટતા જીતેન્દ્રે જયાપ્રદા સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. જીતેન્દ્ર શ્રીને બતાવવા માંગતો હતો કે તે કોઈ પણ અભિનેત્રીને સ્ટાર બનાવવાની ક્ષમતા ધરાવે છે અને તેથી જ તેણે જયાપ્રદાને પ્રમોટ કરવાની શરૂઆત કરી હતી. તે સમયે જયાપ્રદા તથા શ્રી વચ્ચેની સ્પર્ધા પેજ૩માં અવાર-નવાર આવતી ચમકતી રહેતી હતી. જયાપ્રદાએ પરણિત શ્રીકાંત ન્હાટા સાથે ૧૯૮૬માં લગ્ન કર્યા હતાં. અલબત્ત, શ્રીકાંતે જ્યારે જયાપ્રદા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પ્રથમ પત્નીને ડિવોર્સ આપ્યા નહોતાં અને તેને ત્રણ સંતાનો હતાં. જયાપ્રદાના આ લગ્નને તે સમયે ઘણો જ વિવાદ ઉભો કર્યો હતો. જોકે, લગ્નબાદ જયાપ્રદાએ સંતાનને જન્મ આપ્યો નહીં. જયાપ્રદાએ એકવાર બાળક હોવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે, જયાપ્રદા તથા શ્રીકાંતના લગ્નજીવનને લઈને વધુ વાતો ક્યારેય બહાર આવી નથી. જયાપ્રદાએ બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.અભિનેત્રી જયાપ્રદાએ ૧૯૯૪માં તેલુગુ દેશમ પાર્ટી જોઈન કરી હતી. જોકે, એન ટી રામારાવે જયાપ્રદાને ચૂંટણી ટિકિટની ઓફર કરી હતી પરંતુ જયાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ૧૯૯૪માં જયાપ્રદાએ કેટલીક ચૂંટણીસભાઓ ભરી હતી. ૧૯૯૬માં જયાપ્રદા રાજ્યસભામાં ગઈ હતી. આ સિવાય તેલુગુ મહિલા પ્રમુખ તરીકે પણ કાર્યરત હતી. જોકે, પાર્ટી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ સાથે મતભેદો થતાં જયાપ્રદાએ પાર્ટી છોડી દીધી હતી. જયા ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. ૨૦૦૪માં જયાપ્રદા યુપીમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી અને તે ૮૫ હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. ૨૦૦૯માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેણે પોતાના મતવિસ્તાર રામપુરમાં મહિલાઓને ચાંદલા આપતા ઈલેક્શન કમિશને નોટિસ ફટકારી હતી. જોકે, આ વખતે પણ જયાપ્રદા ૩૦ હજારથી વધુ મતોથી જીતી ગઈ હતી. જોકે, ૨૦૧૦માં જયાપ્રદાને સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જયાપ્રદાએ ૨૦૧૪માં આરએલડી પાર્ટી જોઈન કરી હતી. અલબત્ત, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તે બિજનોર બેઠક પરથી હારી ગઈ હતી. પ્રારંભથી જ જયાપ્રદાનું જીવન રહસ્ય અને રોમાંચથી ભરપૂર રહ્યું છે. તેનું જીવન કોઈનેકોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહેતું આવ્યું છે.જયાપ્રદા એક સફળ અભિનેત્રી છે. એેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જ્યાપ્રદા અભિનેત્રી નહીં, પરંતુ ડોક્ટર બનવાના સપના જોતી હતી. સાત વર્ષની ઉંમરે જયાની માતાએ તેને ભણવાની સાથે-સાથે ડાન્સ અને મ્યૂઝિક ક્લાસમાં મોકલી હતી જ્યાંથી તેના બોલિવૂડ સફરની શરુઆત થઇ હતી.બને છે એવું કે ૧૪ વર્ષની ઉંમરે જયા ડાન્સ પર્ફોર્મન્સ આપતી હતી, ત્યારે એક્ટર પ્રભાકર રેડ્ડીએ તેને જોઇ હતી. તેમણે ૧૯૭૬માં આવેલી ફિલ્મ ‘ભૂમિ કોસમ’માં જયાને ૩ મિનિટના એક ગીતમાં ડાન્સ માટે રાખી હતી. જેના માટે ૧૦ રૂપિયા આપવામાં આવ્યાં હતા. આ ડાન્સ બાદ જયાને મુવીની ઓફર્સ મળવા લાગી અને પછી તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઇ.વર્ષ ૧૯૭૯માં આવેલી ફિલ્મ ‘સંગ્રામ’ દ્વારા તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે તેને રાતો-રાત બોલિવૂડની સ્ટાર બનાવી દીધી. આ ફિલ્મ માટે જયા ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થઇ હતી, જે બાદ બોલિવૂડના મોટા એક્ટર-ડાયરેક્ટર તેની સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલાં તેની અશ્લીલ તસવીરો લીક થતાં તે એટલી તૂટી ગઇ હતી કે આત્મહત્યા કરવા માગતી હતી. આમ જોવા જઈએ તો જયાનું અંગત જીવન કોઇ ફિલ્મની કહાનીથી ઓછું નથી.સમાજવાદી પાર્ટીમાં સાસંદ રહી ચૂકેલા બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપ જયા પ્રદાને સપાના ઉમેદવાર આઝમ ખાન વિરુદ્ધ રામપુર બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. સમાજવાદી પાર્ટીમાંથી ૨૦૦૪ અને ૨૦૦૯માં જયા પ્રદા રામપુર લોકસભા બેઠક પરથી જીતીને સાંસદ રહી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સપા-બસપાને ટક્કર આપવા મોટી રણનીતી અપનાવી છે.બોલીવુડમાં લાંબો સમય અભિનેત્રી તરીકે રહેલા જયા પ્રદા ૧૯૯૪માં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એનટી રામારાવની તેલુગુ દેશમ પાર્ટીમાંથી રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ એનટી રામારાવને છોડીને તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડૂ જૂથમાં શામિલ થયા હતા. ૧૯૯૬માં તેઓ આંધ્રપ્રદેશથી જ રાજ્યસભા પહોંચ્યાં હતાં. બાદમાં ચંદ્રાબાબુ સાથે મતભેદ થતાં તેલુગુ દેશમને અલવિદા કરી દીધી અને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. હિન્દી સિનેમામાં લાંબી ઇનિંગ રમ્યા બાદ જયા રાજકારણમાં સક્રિય થઇ ગઇ. લોકસભામાં પણ પહોંચ્યાં. તેમણે અત્યારસુધીમાં અનેક પાર્ટીઓનું રાજકારણ કર્યુ છે. જયા પ્રદાએ ફિલ્મની દુનિયામાં ૧૪ વર્ષની ઉંમરમાં પ્રવેશ કર્યો હતો. તે બાદ જયાએ ક્યારેય પાછળ વળીને નથી જોયુ. જયાપ્રદાની ફિલ્મી કરિયર પર નજર કરીએ તો તેમણે ૩૦ વર્ષની કરિયરમાં આશરે ૩૦૦ ફિલ્મોમાં કામ કર્યુ છે.રિપોર્ટસ અનુસાર સફળ ફિલ્મી કરિયર દરમિયાન પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઇનકમ ટેક્સની રેડ પડી. આ ખરાબ સમયમાં જયાની મદદ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાએ કરી.શ્રીકાંત નાહટાએ જયા પ્રદાને પૂરો સપોર્ટ કર્યો. સમય પસાર થવાની સાથે બંનેની મિત્રતા ગાઢ બનતી ગઇ. બંનેએ લગ્ન કરી લીધાં. પરંતુ આ લગ્ન માન્ય ઠરી શક્યા નહી. હકીકતમાં શ્રીકાંતના આ બીજા લગ્ન હતાં.રિપોટ્‌ર્સ અનુસાર જયા પ્રદાએ જ્યારે શ્રીકાંત નાહટા સાથે ૧૯૮૬માં લગ્ન કર્યા ત્યારે તેમના ૩ બાળકો હતા. તેમણે જયા સાથે બીજા લગ્ન કર્યા પરંતુ તેમણે પોતાની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધાં ન હતા. બંનેના લગ્ન બોલીવુડની ગલીઓમાં ખૂબ ચર્ચામાં રહ્યાં.રિપોર્ટસ અનુસાર જયા પ્રદા અને શ્રીકાંતના લગ્ન પર તેમની પ્રથમ પત્નીએ કોઇ વિરોધ ન કર્યો. પરંતુ જયા ક્યારેય શ્રીકાંત સાથે રહી ન શકી કારણ કે તેના ઘરમાં તેની પત્ની અને બાળકો રહેતા હતાં.લગ્ન બાદ જયા પ્રદા અને શ્રીકાંત નાહટાના કોઇ બાળકો નથી. જયા પ્રદાએ પોતાની બહેનના દીકરાને દત્તક લીધો છે.

Related posts

MORNINT TWEET

aapnugujarat

General Knowledge

aapnugujarat

રાષ્ટ્રપતિની પસંદગી સર્વસંમતિ સાથે થવી જોઈએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1