Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માલીમાં જેહાદી હુમલો : સરપંચ સહિત ગામના ૧૧૫ લોકોની હત્યા

પૂર્વ આફ્રિકન દેશ માલીમાં જેહાદીઓને કારણે સિવિલ વોર ચરમસિમાએ છે. અહીં મધ્ય માલીમાં એક ગામમાં જેહાદી ગ્રૂપે ૧૧૫ લોકોની હત્યા કરી, જેમાં ગામના સરપંચ તથા તેના પરિવારની પણ હત્યા કરી દેવામાં આવી.
પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય માલીનાં પિયૂલ સમુદાયના ઓગોસાગૂ ગામમાં સ્થાનિક શિકારી સમુદાય ડોગોને હુમલો કરીને ૧૧૫ લોકોની હત્યા કરી દીધી હતી. ગામનાં સરપંચ ઈગોસ્સાગોની પણ તેમના બાળકો સાથે હત્યા કરી દેવામા આવી હતી. આ ઘટના શનિવારે બની હતી. સૈન્ય સૂત્રોએ આ ઘટનાની જાણકારી રવિવારે આપી હતી. ગામના નજીકના શહેર બંકાસના મેયર મોલાએ ગુઈંદોએ આ હુમલાને અહીં થનારા હુમલાઓમાં સૌથી મોટો જેહાદી હુમલો ગણાવ્યો હતો.
મેયરે જણાવ્યું કે, દોંજો શિકારીના વેશમાં આવેલા લોકોએ સવારે આશરે ૪ વાગે ગોળીઓનો વરસાદ કર્યો હતો. મૃતકોમાં ગર્ભવતી મહિલાઓ અને વુદ્ધ પણ સામેલ છે. ઓગોસાગૂના રહેવાસી એક વ્યક્તિએ જણાવ્યું કે, આ હુમલો અલકાયદા સાથે જોડાયેલા સંગઠનના બદલા સામેની કાર્યવાહી હતી, જે સંગઠનને ગત શુક્રવારે ૨૩ સૈનિકોએ ઠાર કરવાની જવાબદારી લીધી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં ચાલી રહેલી હિંસાની તપાસમાં લાગી ગઈ છે. ગત દિવસોમાં તેમના પ્રતિનિધી અહી આવ્યા હતા. એવામાં એવું પણ મનાઈ રહ્યું છે કે શનિવારે થયેલો હુમલો સંયુક્ત રાષ્ટ્રની દખલગીરીના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

Related posts

उत्तर-पश्चिमी ऑस्ट्रेलिया के तट पर आया 6.6 तीव्रता का भूकंप

aapnugujarat

ઇન્ડોનેશિયાની જેલમાંથી એક સાથે ૧૦૦થી વધારે કેદીઓ છૂમંતર

aapnugujarat

ईरान कभी नहीं चाहता अमेरिका के साथ युद्ध : रूहानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1