Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે, આયુષ્માન ભારતના લાભાર્થીઓને મળશે દેશના કેન્સર નિષ્ણાંતોની સારવાર

દેશભરમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે વધુ એક મોટી ખુશખબર છે. હવે તેઓ કેન્સર જેવા જટીલ રોગની સારવાર માટે દેશના મોટા ગજાના કેન્સર વિશેષજ્ઞોની સલાહ લઈ શકશે. ખાસ વાત તો એ છે કે આ માટે તેમણે ક્યાં જવાની કે કેન્સર નિષ્ણાંત જે શહેરમાં હોય તે જગ્યાએ મુલાકાત લેવાની પણ જરુર નહીં પડે. આ દર્દીઓ દેશભરના કેન્સર નિષ્ણાંતો સાથે ડિજિટલ નેટવર્ક સાથે જોડાઈ શકશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી પાર્ટનરશિપ માટે નેશનલ કેન્સર ગ્રિડ સાથે આ અંગે વાતચીત કરી રહ્યું છે, જે મુંબઈમાં આવેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલના માધ્યમથી વર્ચ્યુઅલ ટ્યૂમર બોર્ડ સંચાલિત કરે છે. આ બોર્ડ ગ્રિડના ડિજિટલ માધ્યમ દ્વારા જટીલ કેન્સરના કેસોનું નિવારણ લાવે છે. આ રીતે આયુષ્માન યોજનાના લાભાર્થીઓને દેશની સર્વોત્તમ આરોગ્ય સુવિધા મળી રહેશે.
અધિકારીઓએ કહ્યું કે એકવાર આ પ્રસ્તાવને મંજૂરી મળી ગયા પછી ઘણી હોસ્પિટલમાં એકથી વધુ પ્રકારની સારવાર ઉપલબ્ધ ન હોવાની સમસ્યામાં પણ રાહત મળશે. કેન્સર નિષ્ણાંતો મુજબ ભારતમાં કેન્સરના ચોથાભાગના કિસ્સા જટીલ હોય છે. આયુષ્માન ભારતના ડે. ર્ષ્ઠી દિનેશ અરોડાએ કહ્યું કે, ‘અમે ૨-૩ સપ્તાહની અંદર નેશનલ કેન્સર ગ્રિડ સાથે સમજુતી થવાની આશા સેવી રહ્યા છીએ. આ પગલાથી ન કે ફક્ત છેવાડાના લોકોને કેન્સરની સારવાર મળશે પરંતુ દેશમાં બધા જ પ્રકારના કેન્સરની સારવાર માટે એક સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સ બનાવવામાં પણ મદદ મળશે.

Related posts

બેંગ્લોર એર શો : બે વિમાન ટકરાતા આગ : એક પાયલોટનું મોત

aapnugujarat

LOC पर दो आतंकी ढेर

editor

अगर चीन के साथ युद्ध हुआ तो पाकिस्तान भी जंग करने मैदान में कूद जाएगा : पंजाब मुख्यमंत्री

editor

Leave a Comment

UA-96247877-1