Aapnu Gujarat
રાષ્ટ્રીય

માતાએ રડી રહેલા બાળકનું મોં બંધ કરવા ફેવિક્વિક લગાવી દીધી..!!

સામાન્ય રીતે બાળકોના રડવા પર માતા તેમને શાંત રાખે છે, પરંતુ અમે આપને જણાવી રહ્યા છીએ એવી માતા વિશે જે પોતાના બાળકના રડવાથી એ હદે ચિડાઈ ગઈ હતી કે તેણે નવજાતના મોં પર ફેવીક્વિક લગાવી દીધું જેથી ન બાળક મોં ખોલી શકે અને ન તે રડી શકે. આશ્ચર્યમાં મૂકનારી આ ઘટના બિહારના કટિહાર જિલ્લાની છે. માસૂમ બાળકની સારવાર માટે લઈ જવામાં આવ્યું તો ડોક્ટર્સ પણ માતાની આ હરકત જોઈને અચંબામાં પડી ગયા.
પીડિત બાળક કટિહારના કદવા પોલીસ સ્ટેશનની હદના સોનૌલી ગામનું છે. ઘટના વિશે મળતી માહિતી મુજબ મહિલા પોતાના બાળકના રડવાથી ખૂબ જ પરેશાન હતી. તેનાથી કંટાળીને તેણે એકલી હતી ત્યારે ઘટનાને અંજામ આપ્યો. ઘરવાળાઓએ મહિલાના કૃત્યની જાણ થઈ તો બાળકને પ્રાથમિક સારવાર માટે પહેલા સનૌલી ઉપસ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાંથી વધુ સારી સારવાર માટે સીવીલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા.

Related posts

Terrorist organisation L-e-M chief arrested in J&K

editor

વેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની વ્યવસ્થા કરો : રાહુલ

editor

જો આરએસએસ દેશનું સેક્યુલર સંગઠન તો હું બ્રિટનની મહારાણી : મહેબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1