Aapnu Gujarat
રાષ્ટ્રીય

હું કોંગ્રેસમાં સામેલ થઈ નથી : સપના ચૌધરી

ડાન્સર સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલ આવ્યાના કલાકો બાદ જ સપના ચૌધરીએ એકાએક યુ ટર્ન લઈને કોંગ્રેસમાં સામેલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં નથી. કોઈ પ્રચાર પણ કરનાર નથી. સપનાને લઈને રાજકીય ગરમી વધ્યા બાદ આજે બપોરે પત્રકાર પરિષદ યોજીને સપનાએ કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ નથી. ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં સામેલ થવાની યોજના પણ નથી. એક દિવસ પહેલા જ એવી ચર્ચા આવી હતી કે સપના ચૌધરી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. મથુરા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી સપના ચૌધરીને હેમા માલિનીની સામે મેદાનમાં ઉતારી શકે છે. જોકે સપના ચૌધરીએ મોડેથી અહેવાલને રદિયો આપ્યો હતો.
જોકે કોંગ્રેસે મથુરામાંથી પહેલાથી જ અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. સપના ચૌધરીએ આજે નિવેદન કરીને તમામને ચોંકાવ્યા હતા. પત્રકારોએ પ્રિયંકા ગાંધીની સાથે તેના ફોટાને લઈને પ્રશ્નો કરતા સપનાએ કહ્યું હતું કે આ ફોટો ખૂબ જુનો ફોટો છે. કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં જવાના પ્રશ્ન ઉપર સપનાએ કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં સામેલ થનાર નથી.

Related posts

पाक. के झंडे-पुतले १४ अगस्त को फूंकेगा मुस्लिम राष्ट्रीय मंच

aapnugujarat

પીએમના પદ વગર કોંગ્રેસ ગઠબંધનમાં જોડાઈ શકે છેગુલામ નબીના નિવેદનથી કોંગ્રેસમાં નિરાશા

aapnugujarat

કેજરીવાલ કેબિનેટમાં ફેરફારો કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1